કોંગ્રેસના નેતા અહેમદ પટેલ, તેમનો દિકરો ફૈસલ અને જમાઈ ઈરફાન સિદ્દિકી પ્રવર્તન નિદેશાલયની (ઈડી) રડાર પર છે. સમાચાર એજન્સી એએનઆઈ ઈડી સાથે જોડાયેલ સૂત્રો પાસેથી જાણકારી આપતા કહ્યું કે, એક કંપનીના 500 કરોડ રૂપિયા બેંક લોનના ફ્રોડ કેસમાં તેમના નામ છે. આ પછી ઈડી હાલ તપાસ કરી રહી છે.
અહેમદ પટેલ કોંગ્રેસના ગુજરાતથી રાજ્યસભા સંસદ છે. તે 19 વર્ષ સુધી કોંગ્રેસ અધ્યક્ષ રહેલ સોનિયા ગાંધીએ રાજનિતીના સલાહકાર પણ છે. તેમને ગાંધી પરિવારના અંગત અને કોંગ્રેસના વરિષ્ઠ રણનીતિકાર માનવામાં આવે છે. 500 કરોડ રૂપિયાના ફ્રોડના કેસમાં તેમના દિકરા અને જમાઈનું નામ સામે આવવાથી તેમની મુશ્કેલીઓ વધી છે.
Senior Congress leader Ahmed Patel, son Faisal and son-in-law Irfan Siddiqui on ED radar. His name surfaced during investigation against Sandesara Group of companies in 5000 crore bank loan fraud case: ED sources pic.twitter.com/wDWfBH9Dnf
જણાવી દઈએ કે ગુજરાતમાં રાજ્યસભા ચૂંટણી પછી અહેમદ પટેલ સતત ખબરોમાં છે. પહેલા ઘણી મુશ્કેલો પછી તેમણે પોતાની રાજ્યસભા સીટ બચાવી તેના પછી ગુજરાતના અંકલેશ્વરના સરદાર પટેલ હોસ્પિટલનો મામલો સામે આવ્યો. જ્યાંથી સંચાલકોમાં એક એહેમદ પટેલ રહી ચૂક્યા છે. ગુજરાત એટીએસે ભરૂચમાંથી બે આતંકીઓને ઝડપી પાડ્યા હતાં. જેમાં એક આતંકી તે જે હોસ્પિટલમાં કામ કરતો હતો. ઝડપાયાના બે દિવસ પહેલા જ તેણે ત્યાં રાજીનામુ આપ્યું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર