'હવે મારો છોકરો અપરાધી નથી', દરેક માતાપિતાને વાંચવી જોઇએ આ વાત

અર્નબે જ્યારે સોથી પહેલા આ વાતની જાણ પોતાના બેસ્ટ ફ્રેન્ડને કરી ત્યારે તેને અનુભવ થયો કે જાણે પતંગિયું કવચ (કોકૂન)માંથી નીકળ્યું હોય.

News18 Gujarati
Updated: September 8, 2018, 8:23 AM IST
'હવે મારો છોકરો અપરાધી નથી', દરેક માતાપિતાને વાંચવી જોઇએ આ વાત
આસપાસનું વાતાવરણ ઘણું રૂઠિવાદી હતું અને હું ન હતો ઇચ્છતો કે લોકો તેમને મારી લૈગિંકતાને કારણે કોઇ ગમે તેમ બોલે.
News18 Gujarati
Updated: September 8, 2018, 8:23 AM IST
'ગે રાઇટ્સ'નો બચાવ કરતા હજારો તર્કના જવાબમાં તર્ક મળે છે. "તમારા માતાપિતાએ તને મોટો જ એટલા માટે કર્યો છે કે તુ ગે બની જાય? જ્યારે તું એમની સામે જઇશ તો તેમનું દિલ તુટી જશે."

કોઇપણ ક્વીયર વ્યક્તિની જિંદગીમાં આ સૌથી આલોચનીય, સૌથી અંગત અને જીવન બદલી નાંખતી ક્ષણ છે. તેઓ ચાહે છે કે તેમના માતાપિતાને તેમના વિશેની હકિકતની જાણ થઇ જાય પરંતુ તેઓ પરિણામથી ડરે છે. શું થશે જો માતાપિતા અમને સમજી નહીં શકે? શું થશે તેમને મારા આ અસ્તિત્વને સ્વિકાર્યું નહીં. બધાને નહીં પરંતુ LGBTQ સમુદાયને તો આવા વિચારો ડરાવતા હોય છે. તેઓ ઓળખ છતી થઇ જશે તેવા ડરના કારણે નાટકની જેમ જીવન જીવે છે.

સુપ્રીમ કોર્ટે ગુરૂવારે કલમ 377ને અપરાધની શ્રેણીમાંથી બહાર લાવીને આ સમુદાય માટે આશાનું કિરણ આપ્યું છે. આ નિર્ણય પછી તેમણે જાહેરમાં પોતાના અંગે જણાવવાનું શરૂ કરી દીધું છે. એક વાયરલ પોસ્ટમાં મુંબઇના અર્નબ નંદીએ પોતાની કહાની શેર કરી છે જેને લોકોનું મન જીતી લીધું છે. તેમણે એ વાતની ખુશી જાહેર કરી છે કે હવે મને કોઇ અપરાધની નજરે નહીં જુએ.

પોતાની પોસ્ટમાં અર્નબ નંદીએ કહ્યું છે કે, " લૈંગિકતા તમારી ઓળખનો એક ભાગ છે નહીં કે તમારી ઓળખ. દરેક જણને પોતાને સ્વિકારવામાં સમય લાગે છે. જેના પછી આ આત્મ જાગૃત્તા અને પોતાના વ્યક્તિત્વને જીવવાની યાત્રા છે."

બે વર્ષ પહેલા અર્નબ પાંજરામાં કેદ એક પક્ષીની જેમ જીવન જીવતા હતાં કારણ કે તેમને પોતાને ખબર ન હતી કે પોતે કોણ છે? તેઓ લખે છે કે, "પછી મેં આ સમુદાયના લોકો સાથે મળીને આત્મ વિશ્લેષણની યાત્રા શરૂ કરી અને તેમના જીવન મૂલ્યો અને અનુભવોએ મને મારા મગજમાં ચાલી રહેલી લડાઇ સાથે લડવામાં મદદ કરી."

અર્નબે જ્યારે સોથી પહેલા આ વાતની જાણ પોતાના બેસ્ટ ફ્રેન્ડને કરી ત્યારે તેને અનુભવ થયો કે જાણે પતંગિયું કવચ (કોકૂન)માંથી નીકળ્યું હોય. પરંતુ માતાપિતાને આ અંગે જણાવવું સરળ ન હતું. અર્નબે જણાવ્યું કે આસપાસનું વાતાવરણ ઘણું રૂઠિવાદી હતું અને હું ન હતો ઇચ્છતો કે લોકો તેમને મારી લૈગિંકતાને કારણે કોઇ ગમે તેમ બોલે.અર્નબે જ્યારે પોતાની આટલી મહત્વની વાત હિંમત કરીને માતાપિતાને કહી ત્યારે તેમણે નકારાત્મક પ્રતિક્રિયા ન આપી. એટલે તેના માટે જાણે શ્વાસમાં શ્વાસ આવ્યો હોય તેવું લાગ્યું. તેને જાણે કોઇ મતાધિકાર મળી ગયો હોય તેવો હરખ થયો. માતાપિતાને આ સ્વિકારવા માટે થોડો સમય જોઇતો હતો એટલે તેણે પોતાની ઓળખ જાહેન કરી ન હતી.

ગુરૂવારે જ્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા કલમ 377ને અપરાધની શ્રેણીથી બહાર કરી ત્યારે અર્નબ ઘરે પહોંચ્યો ત્યારે માતાપિતાએ તને ભેટી પડ્યા. આંખોમાં ખુશીના આંસુ હતાં. માતાપિતા ખુશ હતાં અને તેઓ ચાહતા હતાં કે તે પોતાની ઓળખ જાહેર કરે.

પોતાના માતાપિતાની સાથે બેસીને અર્નબના હાથ પર પ્લેકાર્ડ પકડીને એક તસવીર શેર કરી છે. જેમાં લખ્યું છે, "મારો છોકરો હવે અપરાધી નથી."
First published: September 8, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...