બે વયસ્ક વ્યક્તિ વચ્ચે સહમતિથી બાંધેલા સમલૈંગિક સંબંધ ગુનો નહીંઃ સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે વર્ષ 2013માં દિલ્હી હાઈકોર્ટના 2009ના ચુકાદાને બદલીને બે વયસ્ક વ્યક્તિઓ વચ્ચે સમલૈંગિક સંબંધને ક્રાઇમની કક્ષામાં નાખી દીધો હતો.

News18 Gujarati
Updated: September 6, 2018, 3:33 PM IST
બે વયસ્ક વ્યક્તિ વચ્ચે સહમતિથી બાંધેલા સમલૈંગિક સંબંધ ગુનો નહીંઃ સુપ્રીમ કોર્ટ
ન્યૂઝ18 ક્રિએટિવ
News18 Gujarati
Updated: September 6, 2018, 3:33 PM IST
નવી દિલ્હીઃ દેશમાં હવે બે વયસ્ક વ્યક્તિ વચ્ચે સમલૈંગિક સંબંધ અપરાધ નહીં ગણાય. ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની વડપણ હેઠળની સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બંધારણીય બેંચે સમલૈંગિક સંબંધોને ગુનો ગણતી કલમ 377ની જોગવાઈને ખતમ કરી નાખી છે. ચુકાદો આપતા સુપ્રીમ કોર્ટે પોતાના જ 2013ના ચુકાદાનો પલટી નાખ્યો હતો.

સુપ્રીમ કોર્ટે ચુકાદો સંભળાવતા એ પણ સ્પષ્ટ કર્યું હતું કે કલમ 377 પ્રમાણે સહમતિ વગર સમલૈંગિક સંબંધ બાંધવા ગુનો ગણાશે પરંતુ સહમતી સાથે બાંધેલા સંબંધ ગુનાની શ્રેણીમાં નહીં આવે. કોર્ટે કહ્યું કે બાળકો અને પ્રાણીઓ સાથે અપ્રાકૃતિક સેક્સ માણવું એ ગુનાની શ્રેણીમાં આવશે.

આજે સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બંધારણીય ખંડપીઠે  આજે સમલૈંગિકતા (હોમો સેક્સુઆલિટી)ને ગુનો માનતી ઇન્ડિયન પીનલ કોડ (આઈપીસી)ની સેક્શન 377 પર સુનાવણી કરી હતી. ચુકાદો આપતા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, LGBT કોમ્યુનિટિને પણ અન્યોની જેમ સમાન અધિકારો મળેલા છે. આ અંગે જૂનો ચુકાદો યોગ્ય ન હતો. સજાતિયતા એ ગુનો નથી. કોઈ પોતાની ઓળખથી અલગ નથી. કલમ 377નો બચાવ ન કરી શકાય. સજાતિય સંબંધ ધરાવનારને પણ સમાન અધિકાર મળે છે. સમયની સાથે કાયદો પણ બદલાવો જોઈએ.

સુપ્રીમે 17 જુલાઈના રોજ ચુકાદો રાખ્યો હતો સુરક્ષિત

સુપ્રીમ કોર્ટે વર્ષ 2013માં દિલ્હી હાઈકોર્ટના 2009ના ચુકાદાને બદલીને બે વયસ્ક વ્યક્તિઓ વચ્ચે સમલૈંગિક સંબંધને ક્રાઇમની કક્ષામાં નાખી દીધો હતો. ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની અધ્યક્ષતાવાળી 5 સભ્યોની બેન્ચે 17 જુલાઈએ આ મામલે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

બંધારણીય બેંચમાં આ પાંચ જજ સામેલ
સમલૈંગિકતાને ક્રાઇમ માનતી આઇપીસીની સેક્શન-377ને લઇને દાખલ કરવામાં આવેલી અરજી પણ સુનાવણી કરનાર પાંચ જજોની બંધારણીય ખંડપીઠમાં મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા, જસ્ટિસ રોહિંગ્ટન આર નરીમાન, જસ્ટિસ એ.એમ. ખાનવિલકર, જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ અને જસ્ટિસ ઇન્દુ મલ્હોત્રા સામેલ છે.

પ્રતિકાત્મક તસવીર


શું છે આર્ટિકલ 377?

આઈપીએસની ધારા 377માં અપ્રાકૃતિક યૌન અપરાધનો ઉલ્લેખ છે. જેમાં કહેવામાં આવ્યું છે કે જે પણ પ્રકૃતિની વ્યવસ્થાની ઉલટ જઈને કોઈ પુરુષ, મહિલા કે પ્રાણી સાથે સેક્સ કરે તો તેને ઉંમર કેદ અથવા દસ વર્ષની સજા અને દંડ પણ થઈ શકે છે.

હોમો સેક્સુઆલિટી અથવા ગે સેક્સ કાયદાની 10 મોટી વાતોઃ

1) સેક્શન-377 અંગ્રેજોએ વર્ષ 1862માં લાગુ કરી હતી. આ કાયદા પ્રમાણે અપ્રાકૃતિક યૌન સંબંધ ગેરકાયદે છે. જો કોઈ મહિલા અને પુરુષ પણ અપ્રાકૃતિક સેક્સ કરે છે તો તેમને પણ આ કાયદા પ્રમાણે 10 વર્ષની જેલ અને સજાની જોગવાઈ છે.

2) સહમતિ સાથે બે પુરુષ કે મહિલા વચ્ચે બાંધવામાં આવેલા સંબંધો પણ આ કાયદા પ્રમાણે ગેરકાયદે છે. કોઈ પ્રાણી સાથે સેક્સ કરવા બદલ પણ આ કલમ પ્રમાણે 10 વર્ષની સજા અને દંડનો જોગવાઈ છે.

3) આ સેક્શન પ્રમાણે ગુનાને પ્રજ્ઞેય(સમજણપૂર્વકનું) માનવામાં આવે છે. એટલે કે આ ગુનામાં ધરપકડ કરવા માટે કોઈ પણ પ્રકારના વોરંટની જરૂર નથી. શંકાના આધારે અથવા ગુપ્ત સૂચનાનો હવાલો આપીને પોલીસ આ ગુનામાં કોઈ પણ વ્યક્તિની ધરપકડ કરી શકે છે. લેસ્બિયન, ગે, બાયસેક્સુઅલ અને ટ્રાન્સઝેન્ડર સમાજના લોકો સેક્શન 377ને પોતાના મૌલિક અધિકારીનું હનન માને છે.

4) સુપ્રીમ કોર્ટે 2013માં બે વયસ્ક (પુરુષ-પુરુષ કે મહિલા-મહિલા) વચ્ચેના સમલૈંગિક સંબંધોને ક્રાઇમ કેટેગિરીમાં યથાવત્ રાખ્યા હતા. સુપ્રીમ કોર્ટે આ કેસની સુનાવણી વખતે દિલ્હી હાઈકોર્ટના 2009ના ચુકાદાનો પલટી નાખ્યો હતો, જેમાં બે વયસ્કો વચ્ચે સમલૈંગિક સંબંધોને ગુનાની કક્ષામાંથી બહાર રાખવામાં આવ્યા હતા.

5) આ બાદમાં રિવ્યૂ પીટિશન દાખલ કરવામાં આવી હતી. ત્યાર બાદ સેક્શન-377ને ક્રાઇમ કેટેગિરીથી બહાર રાખવા માટે અનેક રિટ પિટીશન કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી.

6) ઓગસ્ટ, 2017માં સુપ્રીમ કોર્ટે ગુપ્તતાના અધિકાર પર ફેંસલો આપતા કહ્યું હતું કે સેક્સુઅલ ઓરિએન્ટેશન કોઈ પણ વ્યક્તિનો અંગત મામલો છે. સરકારે આમાં દખલ ન કરી શકે.

7) એલજીટીબી સાથે જોડાયેલા વિવિધ લોકોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને સેક્શન-377 પર પોતાના ચુકાદા પર ફેર વિચાર કરવાની માંગ કરી હતી. તેમની દલીલ હતી કે આના કારણે તેઓ ડરમાં જીવી રહ્યા છે અને તેમને અધિકારોનું હનન થઈ રહ્યું છે.

8) સુપ્રીમ કોર્ટમાં આવી 25થી વધારે અરજી દાખલ કરવામાં આવી હતી જેમાં સેક્શન-377ને અયોગ્ય જાહેર કરવાની માંગ કરવામાં આવી છે.

9) બાદમાં સુપ્રીમ કોર્ટ સમલૈંગિક સંબંધોનો ગેરકાયદે જાહેર કરતી સેક્શન-377 અંતર્ગત કાર્યવાહી કરવાના પોતાના આદેશ પર પુર્નવિચાર કરવા તૈયાર થઈ હતી. આ કેસને પાંચ જજોની બંધારણીણ ખંડપીઠને સોંપવામાં આવ્યો હતો.

10) સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે નાઝ ફાઉન્ડેશન મામલામાં સુપ્રીમ કોર્ટના 2013ના ચુકાદા પર પુર્નવિચાર કરવાની જરૂર છે, કારણ કે આ મામલામાં અનેક સંવૈધાનિક મુદ્દાઓ જોડાયેલા છે.
First published: September 6, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...