સમલૈંગિક સેક્સ ગુનો છે કે નહીં? સરકાર બોલી- સુપ્રીમ કોર્ટ જ લે અંતિમ નિર્ણય

News18 Gujarati
Updated: July 11, 2018, 4:22 PM IST
સમલૈંગિક સેક્સ ગુનો છે કે નહીં? સરકાર બોલી- સુપ્રીમ કોર્ટ જ લે અંતિમ નિર્ણય
સમલૈંગિકતાને ક્રાઇમ માનતી આઈપીસી સેક્શન -377 પર સુપ્રીમ કોર્ટમાં બુધવારે સુનાવણી થઇ રહી છે.
News18 Gujarati
Updated: July 11, 2018, 4:22 PM IST
સમલૈંગિકતાને ક્રાઇમ માનતી આઈપીસી સેક્શન -377 પર સુપ્રીમ કોર્ટમાં બુધવારે સુનાવણી થઇ રહી છે. મંગળવારે કોર્ટમાં સમલૈંગિકતાને અપરાધમુક્ત કરવાની માંગ કરી રહેલા અરજીકર્તાઓના વકીલના તર્ક સાંભળવામાં આવ્યાં.

સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બંધારણીય ખંડપીઠ બુધવારે સમલૈંગિકતા (હોમો સેક્સુઆલિટી)ને ગુનો માનતી ઇન્ડિયન પીનલ કોડ (આઈપીસી)ની સેક્શન 377 પર સુનાવણી કરી રહી છે. પાંચ જજોની બંધારણીય ખંડપીઠમાં મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા, જસ્ટિસ રોહિંગ્ટન આર નરીમાન, જસ્ટિસ એ.એમ. ખાનવિલકર, જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ અને જસ્ટિસ ઇન્દુ મલ્હોત્રા સામેલ છે.

સુપ્રીમ કોર્ટે વર્ષ 2013માં દિલ્હી હાઈકોર્ટના 2009ના ચુકાદાને બદલીને બે વયસ્ક વ્યક્તિઓ વચ્ચે સમલૈંગિક સંબંધને ક્રાઇમની કક્ષામાં નાખી દીધો હતો.

આ પહેલા દેશની સર્વોચ્ચ કોર્ટે સોમવારે આ મામલાની સુનાવણીમાં મોડું કરવાની ના પાડી દીધી હતી. કેન્દ્ર સરકાર ઇચ્છતી હતી કે આ મામલાની સુનાવણી ઓછામાં ઓછા ચાર સપ્તાહ પછી થાય પરંતુ સુપ્રી કોર્ટે આ વાતમાં એકમત થયા ન હતાં.

બુધવારની સુનાવણીના મહત્વના અંશ

 • સુપ્રીમ કોર્ટ આની સુનાવણી બપોરે બે વાગ્યા પછી કરશે.

 • Loading...

 • સુપ્રિમ કોર્ટે ટિપ્પણી કરતાં કહ્યું કે સમલૈંગિકતાને ગુનાની શ્રેણીમાંથી બહાર લાવવામાં આવશે તો સમાજ દેશના એલજીબીટી સમુદાયના લોકોની મદદ કરવા પ્રેરાશે. આ લોકો પણ પોતાની જિંદગી ઉલ્લાસથી જીવી શકશે.

 • એડવોકેટ મેનેકા ગુરૂસ્વામીએ કહ્યું કે લેસ્બિયન, ગે, બાઇસેક્શુઅલ અને ટ્રાન્સજેડંર આ દેશના સંવિધાન અને સુપ્રીમ કોર્ટમાંથી સુરક્ષા મેળવવાના અધિકારી છે. સેક્શન 377 એલજીબીટી સમુદાયને સમાન અધિકાર અને સહભાગિતાથી રોકી રહ્યું છે.

 • ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા દિપક મિશ્રાએ પૂછ્યું કે શું એવો કોઇ નિયમ છે જેમાં સમલૈંગિકને નોકરી આપવામાં નથી આવતી?

 • અરજીકર્તાઓ તરફથી એડવોક્ટ મેનકા ગુરૂસ્વામીએ કહ્યું કે સમલૈંગિકતાથી કોઇના કેરિયર કે ઉન્નતિમાં કોઇ અસર નથી પડતી. સમલૈંગિકતાએ સિવિલ સર્વિસ કમીશન, આઇઆઇટી અને બીજી અન્ય પ્રતિયોગી પરિક્ષાઓ પાસ કરેલી છે.

 • આ પર જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું કે અમે યૌન વ્યવહારો અંગે વાત નથી કરી રહ્યાં. અમે તે ઇચ્છીએ છીએ કે બે ગે મરીન ડ્રાઇવ પર એકબીજાના હાથમાં હાથ પકડીને ફરી રહ્યાં હોય તો તેમની ધરપકડ ન થવી જોઇએ.

 • તુષાર મહેતાએ કહ્યું કે પશુઓ અને સંબંધીઓ સાથે યૌન સંબંધ બાંધવાની મંજૂરી ન આપવી જોઇએ.

 • કેન્દ્ર સરકારે કહ્યું કે સમલૈંગિકો વચ્ચે લગ્ન કે લિવઇન અંગે સુપ્રીમ કોર્ટ કોઇ નિર્ણય ન લે.

 • કેન્દ્ર સરકારે કહ્યું કે સુપ્રીમ કોર્ટ બાળકો સામે હિંસા અને શોષણને અટકાવવા પગલા લે.

 • કેન્દ્ર સરકારે કહ્યું કે કલમ 377 પર સુપ્રીમ કોર્ટ પોતાના વિવેકથી નિર્ણય લે.


હોમો સેક્સુઆલિટી અથવા ગે સેક્સ કાયદાની 10 મોટી વાતોઃ

1) સેક્શન-377 અંગ્રેજોએ વર્ષ 1862માં લાગુ કરી હતી. આ કાયદા પ્રમાણે અપ્રાકૃતિક યૌન સંબંધ ગેરકાયદે છે. જો કોઈ મહિલા અને પુરુષ પણ અપ્રાકૃતિક સેક્સ કરે છે તો તેમને પણ આ કાયદા પ્રમાણે 10 વર્ષની જેલ અને સજાની જોગવાઈ છે.

2) સહમતિ સાથે બે પુરુષ કે મહિલા વચ્ચે બાંધવામાં આવેલા સંબંધો પણ આ કાયદા પ્રમાણે ગેરકાયદે છે. કોઈ પ્રાણી સાથે સેક્સ કરવા બદલ પણ આ કલમ પ્રમાણે 10 વર્ષની સજા અને દંડનો જોગવાઈ છે.

3) આ સેક્શન પ્રમાણે ગુનાને પ્રજ્ઞેય(સમજણપૂર્વકનું) માનવામાં આવે છે. એટલે કે આ ગુનામાં ધરપકડ કરવા માટે કોઈ પણ પ્રકારના વોરંટની જરૂર નથી. શંકાના આધારે અથવા ગુપ્ત સૂચનાનો હવાલો આપીને પોલીસ આ ગુનામાં કોઈ પણ વ્યક્તિની ધરપકડ કરી શકે છે. લેસ્બિયન, ગે, બાયસેક્સુઅલ અને ટ્રાન્સઝેન્ડર સમાજના લોકો સેક્શન 377ને પોતાના મૌલિક અધિકારીનું હનન માને છે.

4) સુપ્રીમ કોર્ટે 2013માં બે વયસ્ક (પુરુષ-પુરુષ કે મહિલા-મહિલા) વચ્ચેના સમલૈંગિક સંબંધોને ક્રાઇમ કેટેગિરીમાં યથાવત્ રાખ્યા હતા. સુપ્રીમ કોર્ટે આ કેસની સુનાવણી વખતે દિલ્હી હાઈકોર્ટના 2009ના ચુકાદાનો પલટી નાખ્યો હતો, જેમાં બે વયસ્કો વચ્ચે સમલૈંગિક સંબંધોને ગુનાની કક્ષામાંથી બહાર રાખવામાં આવ્યા હતા.

5) આ બાદમાં રિવ્યૂ પીટિશન દાખલ કરવામાં આવી હતી. ત્યાર બાદ સેક્શન-377ને ક્રાઇમ કેટેગિરીથી બહાર રાખવા માટે અનેક રિટ પિટીશન કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી.

6) ઓગસ્ટ, 2017માં સુપ્રીમ કોર્ટે ગુપ્તતાના અધિકાર પર ફેંસલો આપતા કહ્યું હતું કે સેક્સુઅલ ઓરિએન્ટેશન કોઈ પણ વ્યક્તિનો અંગત મામલો છે. સરકારે આમાં દખલ ન કરી શકે.

7) એલજીટીબી સાથે જોડાયેલા વિવિધ લોકોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને સેક્શન-377 પર પોતાના ચુકાદા પર ફેર વિચાર કરવાની માંગ કરી હતી. તેમની દલીલ હતી કે આના કારણે તેઓ ડરમાં જીવી રહ્યા છે અને તેમને અધિકારોનું હનન થઈ રહ્યું છે.

8) સુપ્રીમ કોર્ટમાં આવી 25થી વધારે અરજી દાખલ કરવામાં આવી હતી જેમાં સેક્શન-377ને અયોગ્ય જાહેર કરવાની માંગ કરવામાં આવી છે.

9) બાદમાં સુપ્રીમ કોર્ટ સમલૈંગિક સંબંધોનો ગેરકાયદે જાહેર કરતી સેક્શન-377 અંતર્ગત કાર્યવાહી કરવાના પોતાના આદેશ પર પુર્નવિચાર કરવા તૈયાર થઈ હતી. આ કેસને પાંચ જજોની બંધારણીણ ખંડપીઠને સોંપવામાં આવ્યો હતો.

10) સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે નાઉ ફાઉન્ડેશન મામલામાં સુપ્રીમ કોર્ટના 2013ના ચુકાદા પર પુર્નવિચાર કરવાની જરૂર છે, કારણ કે આ મામલામાં અનેક સંવૈધાનિક મુદ્દાઓ જોડાયેલા છે.
First published: July 11, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...