JDU-BJP વચ્ચે સીટોની વહેંચણી મુદ્દે થયો નિર્ણય, નીતીશે હાલ રહસ્ય ખોલવાની ના પાડી

News18 Gujarati
Updated: September 16, 2018, 7:40 PM IST
JDU-BJP વચ્ચે સીટોની વહેંચણી મુદ્દે થયો નિર્ણય, નીતીશે હાલ રહસ્ય ખોલવાની ના પાડી
લોકસભા ચૂંટણીને લઈને બિહારમાં બીજેપી અને જેડીયુ વચ્ચે સીટ શેરિંગનો મામલો સમજાવટથી પતી ગયો

અમિત શાહના બિહાર પ્રવાસ પછી બંને દળો વચ્ચે સીટ શેરિંગને લઈને સતત વાતચીત ચાલી રહી છે. સુત્રોના મતે 2019ની લોકસભા ચૂંટણીમાં ઘણા સાંસદોની સીટ બદલવામાં આવશે કે ટિકિટ કાપવામાં આવી શકે છે

  • Share this:
લોકસભા ચૂંટણીને લઈને બિહારમાં બીજેપી અને જેડીયુ વચ્ચે સીટ શેરિંગનો મામલો સમજાવટથી પતી ગયો છે. જેડીયુની બેઠકમાં મુખ્યમંત્રી નીતીશ કુમારે આ વાતની જાહેરાત કરી હતી.જોકે આ સાથે તેમણે પોતાના નેતાઓને પેનિક ક્રિએટ ન કરવાની સલાહ આપી છે. બેઠકમાં નીતીશ સીટ શેરિંગને લઈને ઘણા આશ્ચત જોવા મળ્યા હતા.

બેઠકમાંથી જે વાત બહાર આવી છે તે પ્રમાણે સીટ શેરિંગની જાહેરાત આ મહીને જ થશે. નામ ન છાપવાની શરતે એક મંત્રીએ જણાવ્યું હતું કે 15 સીટોનો મામલો પતી ગયો છે એક સીટને લઈને બીજેપી સાથે વાતચીત અંતિમ તબક્કામાં છે. આ મામલો પુરો થતા જ સીટ શેરિંગની જાહેરાત કરી દેવાશે. બેઠકમાં નીતીશે પણ કહ્યું હતું કે બંને દળોમાં સીટ શેરિંગનું કામ પુરુ થઈ ગયું છે.

આ પણ વાંચો - તો નીતીશ કુમારનો ઉત્તરાધિકારી બનશે પ્રશાંત કિશોર!

નીતીશે પોતાની પાર્ટીને નેતાઓને સ્પષ્ટ રીતે કહ્યું છે કે સારી વાતચીત થઈ ગઈ છે જે ઘણી કોન્ફિડેંશિયલ છે. વાત એટલી કોન્ફિડેંશિયલ છે કે મારી આજુ-બાજુ રહેનારા લોકોને પણ તેમની જાણ નથી. બીજેપીએ તેમને કેટલી સીટો આપી છે તેનું રહસ્ય હાલ ખોલશે નહીં. નીતીશે કહ્યું છે કે બીજેપીએ તેમને આમ કરવાની ના પાડી છે. આ સાથે નીતીશે પણ પોતાના પાર્ટીના પ્રવક્તાઓને ખાસ રીતે આ મામલે નિવેદન ન કરવાની સલાહ આપી છે.

અમિત શાહના બિહાર પ્રવાસ પછી બંને દળો વચ્ચે સીટ શેરિંગને લઈને સતત વાતચીત ચાલી રહી છે. સુત્રોના મતે 2019ની લોકસભા ચૂંટણીમાં ઘણા સાંસદોની સીટ બદલવામાં આવશે કે ટિકિટ કાપવામાં આવી શકે છે. કયા દળને કેટલી સીટો મળશે તેની જાણકારી જલ્દી કરવામાં આવશે.
First published: September 16, 2018, 7:40 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading