દિલ્હીઃ AAPનાં કાઉન્સિલર પર 20 લોકોનો હુમલો, કેજરીવાલે કહ્યું, 'આ શું ચાલી રહ્યું છે?'

News18 Gujarati
Updated: November 16, 2018, 9:31 AM IST
દિલ્હીઃ AAPનાં કાઉન્સિલર પર 20 લોકોનો હુમલો, કેજરીવાલે કહ્યું, 'આ શું ચાલી રહ્યું છે?'
સાઉથ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન પર ભાજપનો કબજો છે.

દિલ્હી વિધાનસભાની 70 બેઠકમાંથી ફક્ત ચાર બેઠક જીતવા છતાં નવી દિલ્હીના ત્રણેય મ્યુનિસિપલ કોર્પોરેશન પર હાલ બીજેપીનો કબજો છે.

  • Share this:
નવી દિલ્હીઃ પોલીસના જણાવ્યા પ્રમાણે ગુરુવારે રાત્રે 20 જેટલા અજાણ્યા લોકોએ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના આમ આદમી પાર્ટીના એક મ્યુનિસિપલ કાઉન્સિલરના ઘર પર અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેમની પાર્ટીના કાઉન્સિલર પર થયેલા હુમલાના વખોડી કાઢ્યો છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે, પાર્ટીના દક્ષિણ દિલ્હીના કાઉન્સિલર જીતેન્દ્ર કુમારના જીવ પર જોખમ ઉભું થયું છે.

આ અંગે અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને લખ્યું કે, "દિલ્હીમાં આ શું ચાલી રહ્યું છે."

પોલીસના જણાવ્યા પ્રમાણે હુમલામાં ઘરને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. કાઉન્સિલરના ઘર બહાર પાર્ક કરેલી WagonR કારના કાચ અને દરવાજા પણ તોડી નાખવામાં આવ્યાં હતાં. હુમલા બાદ દિલ્હી પોલીસની એક ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ઘરને સુરક્ષા પૂરી પાડી હતી.

આ પણ વાંચોઃ મનોજ તિવારીએ FIRમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને બનાવ્યા આરોપી

આ અંગે વાતચીત કરતા સાઉથ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના કાઉન્સિલર જીતેન્દ્ર કુમારે કહ્યું કે, "20-25 લોકોએ હુમલો કર્યો હતો. તેમણે ફાયરિંગ કરતાની સાથે સાથે ઘરમાં ઘૂસવાનો પણ પ્રયાસ કર્યો હતો. અહીંથી પલાયન થયા પહેલા તેમણે મને જીવથી મારી નાખવાની ધમકી પણ આપી હતી."

દિલ્હી વિધાનસભાની 70 બેઠકમાંથી ફક્ત ચાર બેઠક જીતવા છતાં નવી દિલ્હીના ત્રણેય મ્યુનિસિપલ કોર્પોરેશન પર હાલ બીજેપીનો કબજો છે.જીતેન્દ્ર કુમારે વધુમાં કહ્યું કે, "હુમલા પાછળનો ઉદેશ્ય રાજકીય હોઈ શકે છે. મેં આ અંગે લેખિતમાં ફરિયાદ આપી છે." આ કેસમાં પોલીસે ગુનો નોંધીને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
First published: November 16, 2018, 9:31 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading