બેંક ખાતા માટે અને સીમકાર્ડની ખરીદી માટે આધાર જરૂર નથીઃ સુપ્રીમ કોર્ટ

સુપ્રીમના આજના ચુકાદા બાદ બેંકો અને ટેલિકોમ ગ્રાહકોને આધારની વિગતો આપવામાંથી મુક્તિ મળશે.

સુપ્રીમના આજના ચુકાદા બાદ બેંકો અને ટેલિકોમ ગ્રાહકોને આધારની વિગતો આપવામાંથી મુક્તિ મળશે.

 • Share this:
  નવી દિલ્હીઃ આધાર કાર્ડની અનિવાર્યતા પર આજે સુપ્રીમ કોર્ટે પોતાનો ફેંસલો સંભળાવ્યો હતો. જેમાં સુપ્રીમ કોર્ટે સેક્શન 57ને કાઢી નાખી હતી. આ કલમનો સીધો સંબંધ ખાનગી કંપનીઓ સાથે ડેટા શેર કરવાને લઈને છે.

  આનો સીધો મતલબ એવો થાય છે કે ખાનગી કંપનીઓ જેવી કે ટેલિકોમ કંપનીઓ, ઇ-કોમર્સ કંપનીઓ તમારો બાયોમેટ્રિક ડેટા માંગી શકે નહીં. આથી સીમકાર્ડ ખરીદતી વખતે આધાર કાર્ડ આપવું જરૂરી નથી.

  સુપ્રીમ કોર્ટે આ અંગે ચુકાદો આપતા કહ્યું કે બેંકો તેના ગ્રાહક પાસેથી આધાર કાર્ડ માંગી શકે નહીં. જોકે, સુપ્રીમ કોર્ટે પાનકાર્ડ સાથે આધારને લીંક કરવાનું ફરજિયાત ગણાવ્યું છે.

  નોંધનીય છે કે તમામ બેંકોએ તેના ખાતા સાથે આધાર કાર્ડનો જોડવું ફરજિયાત બનાવ્યું હતું. આવું નહીં કરવાના કેસમાં બેંકો ગ્રાહકોના ખાતા ફ્રિઝ કરી રહી હતી. આ ઉપરાંત વિવિધ ટેલિકોમ ઓપરેટરો પણ ગ્રાહકોને આધાર નંબર આપવા માટે ફરજ પાડી રહી હતી. સુપ્રીમના આજના ચુકાદા બાદ બેંકો અને ટેલિકોમ ગ્રાહકોને આધારની વિગતો આપવામાંથી મુક્તિ મળશે.
  Published by:Vinod Zankhaliya
  First published: