સુપ્રીમ કોર્ટે મંગળવારે બીજેપી અધ્યક્ષ અમિત શાહ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે આચાર સંહિતાના ભંગના મામલે ચૂંટણી પંચને નોટિસ આપી છે. ન્યૂઝ એજન્સી એએનઆઈના મતે આ મામલાની આગામી સુનાવણી હવે 2 મે ના રોજ થશે. કોંગ્રેસ સાંસદ સુસ્મિતા દેવે એક અરજી દાખલ કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બીજેપી અધ્યક્ષ અમિત શાહ સામે આચાર સંહિતાના ભંગનો આરોપ લગાવ્યો હતો. બીજી તરફ રાફેલ ડીલને લઈને કેન્દ્ર સરકારે 4 મેના રોજ જવાબ દાખલ કરવો પડશે. સુપ્રીમ કોર્ટમાં મંગળવારે રિવ્યૂ પિટીશન પર સુનાવણી થઈ હતી. ગત વર્ષે રાફેલ ડીલને લઈને સુપ્રીમ કોર્ટે સરકારને ક્લીનચીટ આપી હતી. જોકે આ મહિને સુપ્રીમ કોર્ટ ફરી એક વખત આ મામલે સુનાવણી માટે તૈયાર થયું હતું.
કેન્દ્ર સરકારે જવાબ દાખલ કરવા માટે ચાર સપ્તાહનો સમય માંગ્યો હતો પણ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાની આગેવાનીમાં આ મામલે સુનાવણી કરી રહેલી બેન્ચે આટલો લાંબો સમય આપવાની ના પાડી હતી. કોર્ટે કહ્યું છે કે સરકારે કોઈપણ સ્થિતિમાં 4 મે સુધી જવાબ દાખલ કરવો પડશે. હવે આ મામલાની સુનાવણી 6 મે ના રોજ થશે.
બીજે તરફ કોંગ્રેસની સાંસદ સુસ્મિતા દેવે પીએમ મોદી અને અમિત શાહ પર ચૂંટણી ભાષણોમાં સશસ્ત્ર બળોના નામ પર મતદાતાઓને અપીલ કરીને આચાર સંહિતાના ભંગનો આરોપ લગાવ્યો હતો. સાથે કહ્યું હતું કે ચૂંટણી પંચ તેની ફરિયાદ પર કોઈ કાર્યવાહી કરી રહ્યું નથી. તેમણે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની બેન્ચને વિનંતી કરી છે કે ચૂંટણી પંચ બંને સામે કરેલી ફરિયાદો પર 24 કલાકની અંદર કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવે. આ મામલે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને નોટિસ જાહેર કરીને 2 મે ના રોજ સુનાવણીનો આદેશ જાહેર કર્યો છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર