ઉત્તરાખંડના મુખ્ય જજ જસ્ટિસ કે એમ જોસેફના નામ પર સુપ્રીમ કોર્ટ કોલેજીયમમાં સહમતી મળી ગઇ છે. હવે કોલેજીયમ ફરી સરકારને જોસેફનું નામ મોકલશ, પરંપરા પ્રમાણે બીજી વાર નામ મોકલવા પર સરકારે પણ મંજૂરી આપવી પડે છે, જો કે સરકાર ઇચ્છે તો એ નામને મંજૂરી આપવાનો નિર્ણય અનિશ્ચિતકાળ સુધી ટાળી શકે છે.
સુપ્રીમ કોર્ટની કોલેજીયમમાં જસ્ટિસ જોસેફના નામ પર સહમતિ તો બની ગઇ છે પરંતુ હજી ત્વરીત તેમનું નામ મોકલવામાં આવશે નહીં, આ અંગે હાઇકોર્ટના અન્ય કેટલાક જજની નિયુક્તિ સુપ્રીમ કોર્ટમાં બાકી છે. આ નામ પર 16 મેના રોજ ચર્ચા થશે, ત્યારબાદ સરકારને એક સાથે બધા નામ મોકલવામાં આવશે. સૂત્રોનું કહેવું છે કે સરકાર જસ્ટિસ જોસેફની નિયુક્તિ પર રાજી નથી.
ઉલ્લેખનીય છે કે સરકારે 26 એપ્રિલે જસ્ટિસ કે એમ જોસેફને સુપ્રીમ કોર્ટના જજ તરીકે પ્રમોટ કરવાની કોલેજીયમની ભલામણ પર ફરી વિચાર કરવા માટે મોકલી આપી હતી. સરકારે ત્યારે કહ્યું હતું કે પ્રસ્તાવ સુપ્રીમ કોર્ટના નિયમો પ્રમાણે અનુરૂપ નથી અને સુપ્રીમ કોર્ટમાં કેરળના પર્યાપ્ત પ્રતિનિધિત્વ છે જ્યાંથી તેઓ આવે છે. સરકારે સુપ્રીમ કોર્ટના જજ તરીકે પ્રમોટ કરવા માટે તેમની વિરિષ્ઠતા પર પણ સવાલ ઉઠાવ્યો હતો.
કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે જસ્ટિસ જોસેફના પ્રમોશનને લઇને જે વાંધો ઉઠાવ્યો હતો તેના ક્રમવાર જવાબ જસ્ટિસ ચેલામેશ્વરે પત્ર લખી આપ્યા હતા. જસ્ટિસ ચેલામેશ્વર 22 જુને સેવાનિવૃત થઇ રહ્યાં છે. કોલેજીયમની બેઠક બુધવારે યોજાનાર હતી, પરંતુ જસ્ટિસ ચેલામેશ્વર રજા પર હતા, સીજેઆઇ દિપક મિશ્રા અને જસ્ટિસ ચેલામેશ્વર સિવાય કોલેજીયમના અન્ય સભ્યો જસ્ટિસ રંજન ગોગોઇ, એમ બી લોકુર અને કુરિયન જોસેફ છે.
Published by:Sanjay Vaghela
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર