SBIમાં તમારૂ ખાતું હોય તો ચોક્કસ વાંચજો આ સમાચાર નહીં તો થશે મોટું નુકશાન

Network18 | News18 Gujarati
Updated: December 7, 2017, 8:36 PM IST
SBIમાં તમારૂ ખાતું હોય તો ચોક્કસ વાંચજો આ સમાચાર નહીં તો થશે મોટું નુકશાન
આમાં સૌથી મહત્વનો હોય છે IFSC કોડ
Network18 | News18 Gujarati
Updated: December 7, 2017, 8:36 PM IST
ભારતીય સ્ટેટ બેંકે પોતાની કેટલીક શાખાઓમાં મોટા બદલાવ કર્યા છે. આ બદલાવની જાણકારી રાખવી આપના માટે જરૂરી છે. કારણ કે આ જાણકારી ન હોય તો આપ ઓનલાઈન પૈસા ટ્રાંસફર નહીં કરી શકો. આ ઉપરાંત તમને આ બ્રાંચ સાથે જોડાયેલ યોગ્ય જાણકારી પણ તમને મળી નહીં શકે.

એસબીઆઈએ દેશભરમાં પોતાની 1200થી વધારે શાખાઓના બ્રાંચ કોડ અને આઈએફએસસી કોડ સાથે કેટલીક ચીજવસ્તુઓ બદલી દીધી છે. જ્યાં સુધી આ શાખાઓના નામ પણ બદલી દેવામાં આવ્યાં છે.

બેંક ગ્રાહક તરીકે તમારે કેટલીક જગ્યાએ બેંકની જાણકારી આપવાની હોય છે. આમાં સૌથી મહત્વનો હોય છે IFSC કોડ. જેનાથી તમે ક્યાંયથી પણ ફંડ ટ્રાન્સફર કરી શકો છો. ભારતીય સ્ટેટ બેંકે 1200થી વધારે બ્રાંચમાં કરાયેલ આ બદલાવની જાણકારી આપવામાં આવી છે. એસબીઆઈએ એક લિસ્ટ જારી કરવામાં આવી છે. જેમાં તમને સર્કલ પ્રમાણે જુની શાખા અને તેમની નવી જગ્યાની જાણકારી આપવામાં આવી છે.

એસબીઆઈની લિસ્ટ પ્રમાણે તેમણે કેટલાક જુની શાખાઓને નવી શાખાઓ સાથે જોડી દીધા છે. આમાં મહત્મ તે બેંકોની શાખા છે, જેમનું એસબીઆઈની સાથે મર્જર થયું છે. એસબીઆઈએ આ બદલાવ ગુજરાત, મહારાષ્ટ્ર, ભોપાલ, બેંગ્લોર અને ચંદીગઠ સહિત દેશના અન્ય ભાગોમાં કરવામાં આવ્યું છે. જેમ કે અમદાવાદ સર્કલમાં ગોપીપુરા બ્રાંચને બદલીને સુરત મેનમાં જોડી દેવામાં આવ્યું છે. આનો નવો બ્રાંચ કોડ અને નવો આઈએફએસસી પણ જારી કરવામાં આવ્યો છે.

તમારી શાખામાં આ પ્રકારનો બદલાવ થયો છે કે નહીં તેની જાણકારી તમે https://www.sbi.co.in/webfiles/uploads/files/RATIONALISED_BRANCHES_WITH_IFSC.pdf પર જાણી શકો છો. આમાં આખી લિસ્ટ આપવામાં આવી છે. આ ઉપરાંત તમે પોતાની નજીકની એસબીઆઈ બ્રાંચમાં જઈને પણ પુછી શકો છો. નોંધનીય છે કે આ વર્ષે 5 સહાયક બેંકોનો એસબીઆઈમાં વિલય કરવામાં આવ્યો છે.
First published: December 7, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर