હવે દરેક એનાઉસમેન્ટ પછી 'જય હિંદ' સાંભળશે Air Indiaના યાત્રીઓ

હવે દરેક એનાઉસમેન્ટ પછી ‘જય હિંદ’સાંભળશે Air Indiaના યાત્રીઓ

આ સિવાય લોહાનીએ વાતચીતમાં યાત્રીઓ સાથે વિનમ્ર થવા માટે કહ્યું

 • Share this:
  Air India ના ચાલક દળે દરેક ઉડાણની જાહેરાત પછી હવે ‘જય હિંદ’કહેવું પડશે. આ જાણકારી સોમવારે Air Indiaના અધિકારીક સલાહકારે આપી હતી. ઓપરેશન ડાયરેક્ટર અમિતાભ સિંહે કહ્યું હતું કે તત્કાલ પ્રભાવથી બધા ક્રુ મેમ્બર્સે દરેક વિમાનની જાહેરાત પછી પૂરા જોશ સાથે જય હિંદ બોલવું પડશે.

  Air Indiaના અધ્યક્ષ અને પ્રબંધ નિર્દેશકના રુપમાં પોતાના પ્રથમ કાર્યકાળ દરમિયાન અશ્વિની લોહાનીએ મે 2016માં પાયલોટોને આ નિર્દેશ જારી કર્યો હતો. અધિકારીઓના મતે વર્તમાન સલાહકાર કર્મચારીઓ માટે એક ‘રિમાઇંડર’ છે, જે રાષ્ટ્રના ‘મૂડ’ પ્રમાણે છે.

  લોહાનીએ પોતાના કર્મચારીઓને મે 2016માં કહ્યું હતુંકે ઉડાણ દરમિયાન કેપ્ટને પ્રવાસીઓ સાથે જોડાવવું જોઈએ.પહેલા એનાઉસમેન્ટ અને પછી જય હિંદનો ઉપયોગ કરવો એક જોરદાર પ્રભાવ આપશે.

  આ પણ વાંચો - LoCનો ગ્રાઉન્ડ રિપોર્ટ: લોકો બોલ્યા, આવા હાલાત તો 1965ના જંગમાં પણ ન જોયા

  આ સિવાય લોહાનીએ વાતચીતમાં યાત્રીઓ સાથે વિનમ્ર થવા માટે કહ્યું હતું. લોહાનીએ કહ્યું હતું કે ચહેરા ઉપર હાસ્ટ રાખવું પણ સારી વાત છે. કેબિન ક્રુ એ યાત્રીઓને નમસ્કાર કરતા ચહેરા પર હાસ્ય અને વિનમ્રતાથી વાતચીત કરવી એક સારી વાત ગણાશે.

  ઉલ્લેખનીય છે કે ગત મહિને કેન્દ્ર સરકારે સેવાનિવૃત ટેક્નોક્રેટ લોહાનીને બે વર્ષની અંદર બીજી વખત અધ્યક્ષ અને પ્રબંધ નિર્દેશકના રુપમા પાછા બોલાવ્યા હતા. Air Indiaના પ્રમુખના રુપમાં તેમનો કાર્યકાળ ઓગસ્ટ 2015થી ઓગસ્ટ 2017 સુધીનો હતો. લોહાનીની ઓગસ્ટ 2017માં રેલવે બોર્ડના અધ્યક્ષ તરીકે નિમણુક કરી હતી અને ડિસેમ્બર 2018માં સેવાનિવૃત થયા હતા.
  Published by:Ashish Goyal
  First published: