જમ્મુ કાશ્મીરના રાજ્યપાલે કહ્યું - પોલીસના બદલે ભ્રષ્ટાચારીયોની હત્યા કરે આતંકી

News18 Gujarati
Updated: July 21, 2019, 10:55 PM IST
જમ્મુ કાશ્મીરના રાજ્યપાલે કહ્યું - પોલીસના બદલે ભ્રષ્ટાચારીયોની હત્યા કરે આતંકી
જમ્મુ કાશ્મીરના રાજ્યપાલે કહ્યું - પોલીસના બદલે ભ્રષ્ટાચારીયોની હત્યા કરે આતંકી

રાજ્યપાલ સત્યપાલ મલિકે કારગિલ-લદ્દાખ પર્યટન મહોત્સવ-2019ના ઉદ્ઘાટન પર આ વિવાદિત ભાષણ આપ્યું

  • Share this:
જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે રવિવારે કારગિલમાં ભાષણ દરમિયાન આતંકીઓને લઈને એક અજીબ નિવેદન કર્યું છે. મલિકે કહ્યું હતું કે આતંકવાદીઓએ પોલીસવાળાને બદલે ભ્રષ્ટાચારીયોની હત્યા કરવી જોઈએ. આવા લોકો જ રાજ્ય અને દેશને લુટી રહ્યા છે.

સત્યપાલ મલિકે કહ્યું હતું કે આ યુવકો જે બંદુક લઈને પોતાના લોકોને મારી રહ્યા છે, પીએસઓ, એસડીઓને મારે છે, કેમ મારી રહ્યા છે તેમને? તેમને મારો જેણે તમારો દેશ લુટ્યો છે, જેમણે કાશ્મીરની બધી સંપત્તિ લુટી છે. તેમાંથી કોઈને માર્યા છે હાલ? બંદુકથી કશું જ મેળવી શકાશે નહીં. શ્રીલંકામાં લિટ્ટે નામનું એક સંગઠન હતું અને તેને સમર્થન પણ હતું પણ તે સમાપ્ત થઈ ગયું છે.રાજ્યપાલ સત્યપાલ મલિકે કારગિલ-લદ્દાખ પર્યટન મહોત્સવ-2019ના ઉદ્ઘાટન પર આ વિવાદિત ભાષણ આપ્યું હતું. રાજ્યપાલે કહ્યું હતું કે કારગિલ અને લેહમાં પર્યટનની ઘણી સંભાવના છે અને અહીં આ પ્રકારના ઉત્સવોની જરુર હતી.

તેમણે કહ્યું હતું કે કારગિલ હવાઇ અડ્ડાનો વિસ્તાર કર્યા જલ્દી શરુ થઈ જશે અને આ માટે 200 કરોડ રુપિયા મંજૂર કરવામાં આવ્યા છે. આના કારણે ક્ષેત્રમાં પર્યટન ક્ષેત્રને એક નવી સંભાવના મળશે.
First published: July 21, 2019, 10:55 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading