જાણો શું છે ચીટફંડ કૌભાંડ, જેના કારણે કોલકાતામાં સર્જાયો છે હાઇવોલ્ટેજ ડ્રામા

જાણો શું છે ચીટફંડ કૌભાંડ, જેના કારણે કોલકાતામાં સર્જાયો છે હાઇવોલ્ટેજ ડ્રામા
પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં રવિવારે હાઈવોલ્ટેજ ડ્રામા શરુ થયો

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં રવિવારે હાઈવોલ્ટેજ ડ્રામા, અહીં પોલીસ અને સીબીઆઈની ટીમ આમને-સામને

 • Share this:
  પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં રવિવારે હાઈવોલ્ટેજ ડ્રામા શરુ થયો છે. અહીં પોલીસ અને સીબીઆઈની ટીમ આમને-સામને આવી ગઈ છે. શારદા ચીટફંડ કૌભાંડ મામલાની તપાસ કરવા પહોંચેલી સીબીઆઈની ટીમની કોલકાતા પોલીસે અટકાયત કરી હતી. જોકે બાદમાં તેમને છોડી મુકવામાં આવ્યા હતા. સીબીઆઈની ટીમ કોલકાતામાં પોલીસ કમિશનર રાજીવ કુમારના ઘરે રેડ કરવા પહોંચી હતી. આ કારણે રાજ્યની મુખ્યમંત્રી મમતા બેનરજી રાજીવ કુમારના બચાવના તેમના ઘરે પહોંચ્યા હતા. આ સમગ્ર મામલો જેના કારણે ચર્ચામાં આવ્યો છે તે શારદા ચીટફંડ કૌભાંડ મામલો શું છે અને તમને જણાવી રહ્યા છીએ.

  શારદા સ્કેમ લગભગ 2500 કરોડ રુપિયાનું છે અને રોજ વેલી સ્કેમ લગભગ 17000 કરોડ રુપિયાથી વધારેનું છે. અધિકારીઓના મતે બંને મામલામાં આરોપીઓના કથિત રીતે સત્તાધારી પાર્ટી ટીએમસીથી લિંક જોવા મળી રહી છે. બંને ચીટફંડ કૌભાંડની તપાસ સીબીઆઈ કરી રહી છે. આ મામલે 11 જાન્યુઆરીએ સીબીઆઈએ પૂર્વ વિત્તમંત્રી પી.ચિદમ્બરમની પત્ની નલિની ચિદમ્બરમ સામે આરોપ પત્ર દાખલ કર્યું હતું.  આ પણ વાંચો - મમતા બેનરજી ધરણાં પર બેઠા, કહ્યું - દેશમાં ઇમરજન્સી જેવી સ્થિતિ

  રોજ વેલી ગ્રૂપ ચીટફંડ કૌભાંડમાં કથિત રીતે સામેલ હોવાના આરોપમાં ટીએમસી સાંસદ સુદીપ બંદોપાધ્યાય અને તાપસ પોલની સીબીઆઈ ધરપકડ કરી ચૂકી છે. સીબીઆઈએ રોજ વેલીના અધ્યક્ષ ગૌતમ કુંદુ અને ત્રણ અન્ય પર આરોપ લગાવ્યો હતો કે તેમણે દેશભરમાં રોકાણકારોના 17000 કરોડ રુપિયા ડુબાડ્યા છે. જ્યારે શારદાના ચેરમેન સુદીપ્ત સેન છે. સેન પર આરોપ છે કે તેણે કથિત ફ્રોડ કરીને ફંડનો ખોટો ઉપયોગ કર્યો છે.

  આ પણ વાંચો - કોલકાતામાં CBI vs Police: કમિશ્નરના ઘરે રેડ પાડવા પહોંચેલી CBI ટીમની અટકાયત

  અધિકારીઓએ કહ્યું હતું કે આ ચીટફંડ કંપનીઓએ આકર્ષણ વ્યાજની લાલચ આપીને રોકાણકારોને પોતાની જાળમાં ફસાવ્યા હતા. મેચ્યોરિટી પછી જ્યારે જમાકર્તા પોતાના પૈસા લેવા પહોંચ્યા તો કંપનીઓએ પૈસા આપવાની ના પાડી દીધી હતી. આખરે આ કંપનીઓએ પોતાની દુકાનો અને ઓફિસ બંધ કરી દીધા હતા. સુપ્રીમ કોર્ટે 2014માં આ મામલાની તપાસ સીબીઆઈને આપી હતી.

  શારદા ચીટફંડ સ્કેમ
  તપાસ રિપોર્ટ પ્રમાણે શારદા ગ્રૂપની ચાર કંપનીઓનો ઉપયોગ ત્રણ સ્કીમો દ્વારા પૈસા ચાઉ કરવામાં આવ્યા હતા. આ ત્રણ સ્કીમ ફિક્સ ડિપોઝીટ, રિકરિંગ ડિપોઝીટ અને મંથલી ઇન્કમ ડિપોઝીટ હતી. આ સ્કીમ દ્વારા રોકાણકારોને લલચાવ્યા હતા. તેમને વાયદો કર્યો હતો કે બદલામાં જે ઇન્સેટિવ મળશે તે પ્રોપર્ટી કે ફોરેન ટૂરના રુપમાં થશે.
  Published by:Ashish Goyal
  First published:February 03, 2019, 22:01 pm