VIDEO: 'ડબ્બૂ અંકલ'ને મળી પહેલી એડ, કર્યો જોરદાર ડાન્સ

News18 Gujarati
Updated: June 6, 2018, 3:08 PM IST
VIDEO: 'ડબ્બૂ અંકલ'ને મળી પહેલી એડ, કર્યો જોરદાર ડાન્સ

  • Share this:
સોશિયલ મીડિયા પર સંજીવ શ્રીવાસ્તવ એટલે ડબ્બુ અંકલના વીડિયો ઘણાં વાયરલ થઇ રહ્યાં છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ વીડિયોને ઘણાં પસંદ કરાવામાં આવી રહ્યાં છે.

આ વચ્ચે ડબ્બુ અંકલનો વધુ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં તેઓ શાનદાર ડાંસ કરતા દેખાય છે. લગ્નમાં ડાન્સના વીડિયો વાયરલ થયા પછી તેમને Bajaj Allianzની સાથે કરાર કર્યો છે અને હવે તેમના માટે ડાન્સ કરી રહ્યાં છે. તેઓ Bajaj Allianzની જીંગલ 'સમજો હો ગયા' પર ડાન્સ કરતાં દેખાય છે. આ વીડિયોને  સંજીવ શ્રીવાસ્તવે ટ્વિટર પર શેર કર્યો છે.

પહેલા તેમણે ફિલ્મ ખુદગર્જના ગીત 'આપ કે આ જાને સે' પર ડાન્સ કર્યો હતો. જે વીડિયોને એક જ દિવસમાં લાખો લોકોએ શેર કર્યો હતો. લોકોને અંકલની ગોવિંદા સ્ટાઇલ ઘણી પસંદ કરવામાં આવે છે. જે પછી તેમનો બીજો ડાન્સ વીડિયો પણ ઘણો વાયરલ થયો હતો. જેમાં તેમણે 'ચઢતી જવાની' ગીત પર ડાન્સ કર્યો હતો. આ ડાન્સ તેમણે પોતાના સંબંધીના લગ્નમાં કર્યો હતો. ત્યારથી તેઓ ચર્ચામાં આવ્યાં હતાં.



પ્રોફેસર શ્રીવાસ્તવ કહે છે કે તેઓ ડાન્સ પોતાની માતા પાસેથી શીખ્યાં છે. તેમણે કહ્યું મારી માતા ભારતનાટ્યમ કરતી હતી. હું મિથુન ચક્રવતી, ગોવિંદા, જાવેદ જાફરી જેવા ડાન્સરોનો મોટો ફેન છું. મેં સતત ત્રણ વર્ષ ડાન્સ પ્રતિયોગિતા જીતી છે.
First published: June 6, 2018
વધુ વાંચો
अगली ख़बर