ત્રણેય દળોની બેઠક પછી શરદ પવારે કહ્યું - મુખ્યમંત્રી તરીકે ઉદ્ધવ ઠાકરેના નામ પર સહમતી

મુખ્યમંત્રી બનવા માટે ઉદ્ધવ ઠાકરે તૈયાર

મુખ્યમંત્રી બનવા માટે ઉદ્ધવ ઠાકરે તૈયાર

 • Share this:
  મુંબઈ : મહારાષ્ટ્રમાં નવી સરકાર રચવાને લઈને મુંબઈના નહેરુ સેન્ટરમાં કૉંગ્રેસ, શિવસેના અને એનસીપી વચ્ચે ચાલી રહેલી બેઠક ખતમ થઈ ગઈ છે. બેઠક પછી એનસીપી પ્રમુખ શરદ પવારે કહ્યું છે કે મુખ્યમંત્રી તરીકે ઉદ્ધવ ઠાકરેના નામની સહમતી બને છે. મુખ્યમંત્રી બનવા માટે ઉદ્ધવ ઠાકરેએ સહમતી વ્યક્ત કરી છે. પવારે કહ્યું હતું કે વધારે માહિતી શનિવારે પ્રેસ કોન્ફરન્સ કરીને આપીશું.

  ત્રણેય દળોની મળેલી બેઠકમાં  કૉંગ્રેસ નેતા અહમદ પટેલ, પૃથ્વીરાજ ચવ્હાણ, બાલાસાહેબ થોરાટ, શિવસેનાના ઉદ્ધવ ઠાકરે,  આદિત્ય ઠાકરે, સુભાષ દેસાઇ, એકનાથ શિંદે, શરદ પવાર, જયંત પાટિલ અને પ્રફુલ પટેલ હાજર રહ્યા હતા.

  ત્રણ પાર્ટીઓની મળેલી બેઠકમાંથી નિકળ્યા પથી કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલે કહ્યું હતું કે આજની બેઠકમાં કોઈ નિર્ણય થયો નથી. કાલે પણ ચર્ચા યથાવત્ રહેશે. જોકે તેમણે મુખ્યમંત્રી પદને લઈને કોઈ ટિપ્પણી કરી ન હતી.

  આ પહેલા શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ શુક્રવારે પોતાની પાર્ટીના ધારાસભ્યો સાથે મુલાકાત કરી હતી અને તેમને કહ્યું હતું કે રાજ્યમાં તેમની પાર્ટીના નેતૃત્વવાળી સરકાર બનવાની પ્રક્રિયા અંતિમ ચરણમાં છે.

  આ પણ વાંચો - શિવસેનાના CM 5 વર્ષ માટે હશે, BJP ઈન્દ્રાસન આપે તો પણ મંજૂર નથી : સંજય રાઉત

  શિવસેનાના ધારાસભ્ય ભાસ્કર જાધવે કહ્યું હતું કે ઠાકરેએ સરકાર બનાવવાની પ્રક્રિયા અને દિલ્હીમાં કૉંગ્રેસ-એનસીપી વચ્ચે થયેલી બેઠકો વિશે ધારાસભ્યોને જાણ કરવા માટે તેમની સાથે મુલાકાત કરી હતી.

  કૉંગ્રેસ નેતા માણિકરાવ ઠાકરેએ શુક્રવારે કહ્યું હતું કે મહારાષ્ટ્રનો આગામી મુખ્યમંત્રી શિવસેનાનો હશે અને શરદ પવારના નેતૃત્વવાળી એનસીપીએ સરકાર ગઠન પર રાજ્યસ્તરીય બેઠકમાં આ પદની માંગણી કરી નથી. સૂત્રોના મતે મુખ્યમંત્રી પદ પાંચ વર્ષ માટે શિવસેનાને આપવામાં આવી શકે છે.

  બેઠક બાદ સરકાર રચવાનો દાવો રજૂ કરશે

  સંજય રાઉતે કહ્યુ કે, મહારાષ્ટ્રની નવી સરકારની રચના શિવસેનાના નેતૃત્વમાં થશે. બીજી તરફ, સરકાર રચવા માટે દાવ રજૂ કરવાના સવાલ પર રાઉતે કહ્યુ કે, કૉંગ્રેસ, એનસીપી અને શિવસેનાના વરિષ્ઠ નેતાઓની બેઠક યોજાવાની છે. આ બેઠક બાદ અમે નિર્ણય લઈશું કે સરકાર રચવા માટે રાજ્યપાલની સમક્ષા ક્યારે દાવો રજૂ કરવાનો છે. રાઉતે કહ્યુ કે, રાજ્યમાં ટૂંક સમયમાં જ સરકારની રચના થઈ જશે.
  Published by:Ashish Goyal
  First published: