Home /News /india /PNBથી મોટું કૌભાંડ, સંદેસરા બ્રધર્સે બેંકોને લગાવ્યો 15 હજાર કરોડનો ચૂનો

PNBથી મોટું કૌભાંડ, સંદેસરા બ્રધર્સે બેંકોને લગાવ્યો 15 હજાર કરોડનો ચૂનો

નીતિન સાંદેસરાની ફાઇલ તસવીર

ઇડી પ્રમાણે આ સંદેસરા કૌભાંડ પંજાબ નેશનલ બેંક કૌભાંડ કરતાં પણ મોટું છે.

    ન્યૂઝ18 ગુજરાતી : નકલી કંપનીઓ બનાવીને બેંકોને હજારો કરોડ રૂપિયાનો ચુનો લગાવીને સ્ટર્લિંગ બાયોટેક કંપનીનાં માલિક સંદેસરા બ્રધર્સ અંગે પ્રવર્તન નિદેશાલય (ED)એ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ઇડી પ્રમાણે આ સંદેસરા કૌભાંડ પંજાબ નેશનલ બેંક કૌભાંડ કરતાં પણ મોટું છે. ઇડીનાં સૂત્રોએ ન્યૂઝ એજન્સી ANIને આની જાણકારી આપી છે.

    ઈડીનાં સૂત્રોએ એએનઆઈને જણાવ્યું કે સ્ટર્લિંગ બાયોટેક કંપની લિમિટેડ અને સંદેસરા ગ્રુપનાં પ્રમોટર નિતિન સંદેસરા, ચેતન સંદેસરા અને દિપ્તી સંદેસરાએ નકલી કંપનીઓ બનાવીને ઘણી બેંકોને આશરે 14,500 કરોડનો ચૂનો લગાવ્યો છે. જ્યારે હીરા કારોબારી નીરવ મોદી અને તેનાં મામા મેહુલ ચોક્સીએ પીએનબી બેંકમાં 11,400 કરોડ રૂપિયાનો ઘોટાળો કર્યો હતો.

    ઈડીએ આ મામલાની તપાસ અંતર્ગત બુધવારે સ્ટર્લિંગ બાયોટેકની 9000 કરોડ રુપિયાથી વધારે સંપત્તિ જપ્ત કરી છે. આમાં નાઇજેરિયામાં તેલ રિગ, પોત, એક કારોબારી વિમાન અને લંડનમાં એક આલીશાન ફ્લેટ સામેલ છે.

    ભારતીય બેંકોની વિદેશી બ્રાંચો પાસેથી લોન લીધી હતી લોન

    સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ કાર્યવાહી દરમિયાન ઇડીને અનેક દસ્તાવેજ પણ મળ્યાં, જેમાંથઈ જાણવા મળ્યું છે કે સંદેસરા ગ્રુપની શેલ કંપનીઓથી ભારતીય બેંકોની વિદેશી બ્રાંચ પાસેથી 9000 કરોડ રુપિયાની લોન લીધી હતી. ઈડીનાં અધિકારી પ્રમાણે સ્ટર્લિગં બાયોટેક લિમિટેડે ભારતીય બેંકો અને ફોરેન બંન્ને કરન્સીમાં લોન લીધી હતી. સંદેસરા બ્રધર્સે આ લોન આંધ્રા બેંક, યૂકો બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, અલ્હાબાદ બેંક અને બેંક ઓફ ઇન્ડિયા પાસેથી લીધેલી હતી.

    ઓક્ટોબર 2017માં નોંધાઇ હતી ફરિયાદ

    ઓક્ટોબર 2017માં સંદેસરા ગ્રુપ પર સીબીઆઈએ એફઆરઆઈ નોંધાવ્યાં પછી ઈડીએ કેસ નોંધ્યો હતો. સીબીઆઈએ 5383 કરોડ રુપિયાની છેતરપિંડી અને મની લોન્ડ્રિંગનાં મામલામાં સંદેસરા ગ્રુપ પર એફઆઈઆર નોંધી હતી.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: PNB scam, ઇડી, કૌંભાંડ

    विज्ञापन
    विज्ञापन