Home /News /india /

મુંબઈ-પુનામાં આતંકી હુમલા કરવા માંગતી હતી સનાતન સંસ્થા: ATSનો ખુલાસો

મુંબઈ-પુનામાં આતંકી હુમલા કરવા માંગતી હતી સનાતન સંસ્થા: ATSનો ખુલાસો

સનાતન સંસ્થા

આવું પ્રથમ વખત બન્યું છે જ્યારે એટીએસ તરફથી સનાતન સંસ્થાનું નામ અધિકારિક રીતે લેવામાં આવ્યું છે.

    મુંબઈઃ નાલાસોપારા હથિયાર કેસમાં એટીએસ તરફથી મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. એટીએસનું કહેવું છે કે હિન્દુ સંગઠન 'સનાતન સંસ્થા' મુંબઈ, પુના સહિત અનેક જગ્યાએ આતંકી હુમલાં કરવા માંગતી હતી. એટીએસ તરફથી નાલાસોપારા મામલામાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે, જેમાં સનાતન સંસ્થાનું નામ છે. આવું પ્રથમ વખત બન્યું છે જ્યારે એટીએસ તરફથી સનાતન સંસ્થાનું નામ અધિકારિક રીતે લેવામાં આવ્યું છે.

    એટીએસએ કહ્યું, "આરોપીઓ સનાતન સંસ્થા (જેનું મુખ્યાલય ગોવામાં છે), તેમજ તેના સહયોગી સંગઠન 'હિન્દુ જાગૃતિ' અને આવા જ અન્ય સંગઠનોના સભ્યો હતો. તેઓ કથિત રીતે હિન્દુ રાષ્ટ્રની સ્થાપના કરવા માટે એક પુસ્તક પરથી પ્રેરિત હતા. આ અંગેની વ્યાખ્યા મરાઠીના પુસ્તક "ક્ષાત્ર ધર્મ"માં કરવામાં આવી છે. આ પુસ્તક સનાતન સંસ્થાએ પ્રકાસિત કર્યુ છે.

    એટીએસે કહ્યુ કે, આ લોકોની ટોળકીએ હિન્દુ ધર્મ, તેમની પરંપરા, રીત-રિવાજો વગેરે વિરુદ્ધ બોલનારા, લખનારા કે કોઈ પ્રવૃત્તિ ચલાવતા લોકોને નિશાન બનાવવા માટે પિસ્ટલ, બોમ્બનો ઉપયોગ કરવાની યોજના બનાવી હતી. આવું કરીને લોકોને ડરાવવા માંગતા હતા. તપાસમાં માલુમ પડ્યું છે કે ડિસેમ્બર, 2017માં પુનામાં આયોજિત વેસ્ટર્ન મ્યુઝિક કોન્સર્ટ સનબર્મ તેમના નિશાના પર હતી.

    આ પણ વાંચોઃ રામ મંદિરના નિર્માણ માટે વિશ્વહિન્દુ પરિષદની ગુજરાતમાં હલચલ

    આ અંગે સંપર્ક કરવામાં આવતા સનાતન સંસ્થાના પ્રવક્તા ચેતન રાજહંસે આરોપીઓ સાથે તેમનો કોઈ સંબંધ હોવાનો ઇન્કાર કરી દીધો હતો.

    એટીએસ તરફથી દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં શરદ કાલસ્કર (25), વૈભવ રાઉત (44), સદભાવના ગોંઢલેકર (39), શ્રીકાંત પંગારકર (40), અવિનાશ પવાર (30), લીલાધર ઉખરડે (32), વાસુદેવ સૂર્યવંશી (19), સૂચિત કુમાર રંગાસ્વામી (37), ભારત કુરને (37), અમોલ કાલે (34), અમિત બડ્ડી (27) અને ગણેશ દશરત સિસ્કિન (28)નું નામ છે. આ તમામ લોકો જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. આ લોકોની પાલઘર જિલ્લાના નાલાસોપારા, પુના, ઔરંગાબાદ અને રાજ્યના અન્ય સ્થળો પરથી પકડવામાં આવ્યા હતા.

    આ પણ વાંચોઃ અયોધ્યા વિવાદ: શું 6 ડિસેમ્બરની યોજના પહેલા જ તૈયાર હતી?

    આ લોકો પર UAPA (Unlawful Activities (Prevention) Act) ઉપરાંત એક્સપ્લોઝિવ સબસ્ટન્સ એક્ટ, આઈપીસી, આર્મ્સ એક્ટ અને મહારાષ્ટ્ર પોલીસ એક્ટની કલમો લગાવવામાં આવી છે. એટીએસના જણાવ્યા પ્રમાણે આ કેસમાં હજી ત્રણથી ચાર લોકો ફરાર છે.

    નોંધનીય છે કે મહારાષ્ટ્ર નાલાસોપારા હથિયાર કેસમાં આરોપી શરદ કાલસ્કરને પુનાની કોર્ટે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો છે. શરદ કાલસ્કરની સીબીઆઈએ દાભોલકર હત્યાકંડની તપાસ માટે ATS પાસેથી કસ્ટડી લીધી હતી. શરદને મુંબઈની આર્થર રોડ જેલમાં લાવવામાં આવશે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Arm, Hindu Rashtra, Sanathan Sanstha, એટીએસ, ચાર્જશીટ, પોલીસ, હિન્દુ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन