‘બુઆ’ શબ્દથી ભડક્યા અખિલેશ, પત્રકારોને કહ્યું - તમારે આવી વાત ન કરવી જોઈએ

અખિલેશે ગઠબંધનને લઈને કહ્યું હતું કે હું એ જ કહીશ કે જો ગઠબંધન તૂટ્યું છે તો તેના ઉપર સમજી વિચારી નિવેદન આપીશ

News18 Gujarati
Updated: June 4, 2019, 8:20 PM IST
‘બુઆ’ શબ્દથી ભડક્યા અખિલેશ, પત્રકારોને કહ્યું - તમારે આવી વાત ન કરવી જોઈએ
‘બુઆ’શબ્દથી ભડક્યા અખિલેશ, પત્રકારોને કહ્યું - તમારે આવી વાત ન કરવી જોઈએ
News18 Gujarati
Updated: June 4, 2019, 8:20 PM IST
બહુજન સમાજ પાર્ટીની સુપ્રીમો માયાવતી સાથે ગઠબંધન તૂટ્યા પછી સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવને હવે ‘બુઆ’શબ્દથી ગુસ્સો આવવા લાગ્યો છે. એક કાર્યક્રમ દરમિયાન મીડિયાકર્મીઓએ ‘બુઆ’શબ્દનો ઉપયોગ કર્યો તો અખિલેશ યાદવે નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે પત્રકાર હોવાના નાતે તમારે આવા શબ્દોનો ઉપયોગ કરવો જોઈએ નહીં.

મંગળવારે અખિલેશ યાદવ ઉત્તર પ્રદેશના ગાજીપુરના કરંડા ક્ષેત્રના ગોશિન્દેપુર ગામમાં પહોંચ્યા હતા. જ્યાં તે જિલ્લા પંચાયત સભ્ય વિજય યાદવના ઘરે શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. 24 મે ના રોજ જિલ્લા પંચાયત સભ્ય વિજય યાદવની હત્યા થઈ હતી. અહીં મીડિયા સાથે વાત કરતા અખિલેશ યાદવે કહ્યું હતું કે યૂપી વિધાનસભા પેટા ચૂંટણીમાં સપા એકલી ચૂંટણી લડશે. અખિલેશે કહ્યું હતું કે જો અમારા રસ્તા અલગ-અલગ છે તો અમે તેનું પણ સ્વાગત કરીએ છીએ. અમે વિચાર વિમર્શ કરીશું કારણ કે સપા હવે એકલી પેટા ચૂંટણી લડશે.તમને જણાવી દઈએ કે યૂપીમાં 11 વિધાનસભા સીટો પર પેટા ચૂંટણી થવાની છે.

આ પણ વાંચો - શું છે પ્રશાંત કિશોર અને નીતિશ કુમારનું 'સિક્રેટ મિશન'?

અખિલેશને જ્યારે પત્રકારોએ માયાવતીને લઈને સવાલ પૂછ્યો તો બુઆ શબ્દનો ઉપયોગ કર્યો હતો. જેના ઉપર અખિલેશ નારાજ થયા હતા અને કહ્યું હતું કે તમારે આવી વાત કરવી જોઈએ નહીં, તમે પત્રકાર છો. અખિલેશે ગઠબંધનને લઈને કહ્યું હતું કે હું એ જ કહીશ કે જો ગઠબંધન તૂટ્યું છે તો તેના ઉપર સમજી વિચારી નિવેદન આપીશ. અમે કશું કહીએ, બીજા કશું બીજુ કહે, તમે આંકલન કરો.
First published: June 4, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...