Home /News /india /2 લાખ રૂપિયા જોઇએ છે? તો સલમાન ખાનને એક લાફો મારો!

2 લાખ રૂપિયા જોઇએ છે? તો સલમાન ખાનને એક લાફો મારો!

સલમાન ખાન (ફાઈલ ફોટો)

સલમાન ખાનને જાહેરમાં મેથીપાક આપી, 2 લાખ રૂપિયાનું ઇનામ આપવાની આ ઓફર એક હિંદુ સંગઠનની છે. વિશ્વ હિંદુ પરિષદના પૂર્વ આંતરાષ્ટ્રીય અધ્યક્ષ તેવા પ્રવીણ તોગડિયાના નવા સંગઠન "હિંદુ હી આગે"ના સમર્થકોએ સલમાન ખાનની હોમ પ્રોડક્શન ફિલ્મ "લવરાત્રી" ના વિરોધમાં આ ઇનામ આપવાની વાત કરી છે. તેમનું કહેવું છે કે ફિલ્મનું નામ હિંદુઓના પવિત્ર તહેવાર નવરાત્રી પરથી રાખવામાં આવ્યું છે. જેના કારણે તેમની ધાર્મિક ભાવનાઓ આહત થઇ છે.

હિંદુસ્તાન ટાઇમ્સમાં છપાયેલી એક ખબર મુજબ પ્રવીણ તોગડિયાના સાથી ગોવિંદ પરાશરે સલમાન ખાન પર આ ઇનામ રાખ્યું છે. વધુમાં પરાશરના સાથીઓએ ગુરુવારે ભગવાન ટોકિઝ ક્રોસિંગ પાસે પહોંચી સલમાન ખાનના પોસ્ટર્સને બાળ્યા હતા અને લવરાત્રી વિરુદ્ધ સુત્રોચ્ચાર પણ કર્યા હતા. વધુમાં મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે "આ ફિલ્મને સલમાન ખાન પ્રોડ્યૂસ કરે છે અને આ ફિલ્મ નવરાત્રીના તહેવારનું અપમાન કરે છે, સાથે જ લાખો હિંદુઓની ભાવનાઓનું પણ અપમાન કરે છે. માટે અમે આ ફિલ્મનો વિરોધ કરી રહ્યા છીએ અને તેને બેન કરવાની માંગ કરી રહ્યા છીએ. તેમ છતાં જો આ ફિલ્મ સ્ક્રીન પર આવશે તો અમે તેની વિરુદ્ધ ઊભા રહીશું. અને હિંદુઓની ભાવના વિરુદ્ધ કોઇ પણ પ્રકારની ગેરજવાબદારી અમે સહન નહીં કરી લઇએ. સાથે હિંદુ હી આગે સંગઠનના સિટી પ્રેસિડન્ટ હોવાના લીધે હું જાહેર કરું છું કે જે કોઇ પણ સલમાન ખાનને જાહેરમાં મારશે તેને અમે 2 લાખ રૂપિયાનું ઇનામ આપીશું."



નોંધનીય છે કે આ ફિલ્મ લવરાત્રી દ્વારા સલમાન ખાન તેના જીજાજી આયુષ શર્માને બોલીવૂડમાં ડેબ્યૂ કરાવી રહ્યા છે. અને આ ફિલ્મમાં તેની સાથે હિરોઇન તરીકે વરીના હુસૈન પણ નજર આવશે. ત્યારે સલમાન ખાનના જીજા આયુષની પહેલી ફિલ્મના ડેબ્યૂથી જ આ ફિલ્મ વિવાદમાં અટવાઇ ગઇ છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા સંજય લીલા ભણસાળીને પણ પદ્માવત ફિલ્મ માટે વિરોધનો સામનો કરવો પડ્યો હતો.
First published:

Tags: Navratri, Praveen Togadia, Vishwa Hindu Parishad, બોલીવુડ, સલમાન ખાન