પ્રયાગરાજ કુંભ: સાધુ -સંત ડિજિટલ મશીનથી કરી રહ્યા છે રામ નામનો જાપ

પ્રયાગરાજ કુંભ: સાધુ -સંત ડિજિટલ મશીનથી કરી રહ્યા છે રામ નામનો જાપ

ટેકનોલોજીના યુગમાં સાધુ-સંત પણ હાઇટેક બની ગયા છે

 • Share this:
  Sarvesh Dubey 

  ટેકનોલોજીના યુગમાં સાધુ-સંત પણ હાઇટેક બની ગયા છે. તીર્થરાજ પ્રયાગના કુંભ મેળામાં આવેલા સાધુ-સંત હવે રુદ્રાક્ષ અને સ્ફટિકની માળાઓથી નહીં પણ ડિજિટલ મશીનથી રામ નામનો જાપ કરી રહ્યા છે. સાધુ-સંત પણ સાયન્સના યુગમાં ટેકનોલોજીથી અછુત નથી. તેમના હાથમાં એન્ડ્રોઈડ મોબાઈલ અને લેપટોપ જેવી ટેકનિક તો પહેલાથી જ છે હવે રામ નામ જપવા માટે સાધુઓએ વિજ્ઞાનની નવી ટેકનોલોજીને અપનાવી લીધી છે.

  કુંભ મેળામાં હાજર રહેલા મુંબઈ અને હરિદ્વારથી નિરંજની અખાડામાં પહોંચેલા સન્યાસી ઇલેક્ટ્રોનિક ડિવાઇસ એટલે કે કાઉન્ટિંગ મશીન દ્વારા રામ નામનો જાપ કરી રહ્યા છે. અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરીના મતે સામાન્ય રીતે રુદ્રાસ કે અન્ય કોઈ બીજી માળામાં 108 જાપ હોય છે. ઘણી વખત લોકો ભૂલમાં ગલતી કરી બેસે છે અને ઘણી વખત તેમની પાસે માળા હોતી નથી. આવા સમયે આ ડિજિટલ કાઉન્ટિંગ મશીનથી જ સાધુ-સંત રામ નામનો જાપ કરી રહ્યા છે. જેમાં ભૂલ પડવાની કોઈ સંભાવના નથી.

  સન્યાસી ઇલેક્ટ્રોનિક ડિવાઇસ એટલે કે કાઉન્ટિંગ મશીન દ્વારા રામ નામનો જાપ કરી રહ્યા છે


  સનાતન ધર્મમાં માળા જપવાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. આ માટે જુની પરંપરામાં સાધુ-સંત પાના પર રામ નામ લખતા હતા. જોકે હવે જુની પરંપરા છોડીને સાધુ-સંત હાઇટેક બની ગયા છે. મુંબઈથી કુંભમાં આવેલા નિરંજની અખાડાના સંત મહંત કેશવ પુરીના મતે ઘણા સમયથી ડિજિટલ મશીનથી રામ નામનો જાપ કરી રહ્યા છીએ. તેમના મતે આ મશીન વિદેશ અને દેશમાં પણ મળી રહી છે. સાથે સસ્તી હોવાથી કોઈપણ તેને ખરીદી શકે છે.
  Published by:Ashish Goyal
  First published: