Home /News /india /રાજસ્થાન વિધાનસભા ચૂંટણીઃ અશોક ગેહલોત અને સચિન પાઇલટ બંને લડશે ચૂંટણી

રાજસ્થાન વિધાનસભા ચૂંટણીઃ અશોક ગેહલોત અને સચિન પાઇલટ બંને લડશે ચૂંટણી

રાહુલ ગાંધી સાથે સચિન પાયલટ અને અશોક ગેહલોત (ફાઇલ તસવીર)

અશોક ગેહલોતે ખુદ જાહેરાત કરી કે સચિન પાયલટ અને તેઓ ચૂંટણી લડશે. હવે સવાલ એ છે કે મુખ્યમંત્રી પદના ઉમેદવાર કોણ- સચિન પાયલટ કે અશોક ગેહલોત?

  નવી દિલ્હીઃ રાજસ્થાનની આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને સૌથી મોટો સવાલ ઉભો થયો છે. જાહેરાત કરવામાં આવી છે કે કોંગ્રેસના નેતા અશોક ગેહલોત અને સચિન પાયલટ બંને વિધાનસભાની ચૂંટણી લડશે. પાર્ટીના સંગઠનના મહાસચિવ તેમજ પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે બુધવારે સવારે નવી દિલ્હી ખાતે પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી કે તેઓ પોતે અને સચિન પાયલટ બંને વિધાનસભાની ચૂંટણી લડશે. હવે સવાલ એ ઉભો થયો છે કે કોંગ્રેસ તરફથી મુખ્યમંત્રી પદના ઉમેદવાર કોણ- સચિન પાયલટ કે અશોક ગેહલોત?

  અત્યાર સુધી એવી ચર્ચા હતી કે બંનેને ચૂંટણી લડાવવી કે નહીં? જોકે, અશોક ગેહલોતના નિર્ણય બાદ આ ચર્ચા પર પૂર્ણ વિરામ મૂકાઈ ગયું છે અને નવી ચર્ચા શરૂ થઈ છે.

  બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ બાદ પલટવાર કરતા કહ્યું કે કોંગ્રેસ ટિકિટ માટેના દાવેદારોમાં જ અટકી છે. બીજેપીના રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, હજી સુધી કોંગ્રેસ તરફથી ટિકિટ અંગે કોઈ નિર્ણય નથી લેવામાં આવ્યો પરંતુ અશોક ગેહલોત અને સચિન પાયલટે સંયુક્ત રીતે સીએમ પદની દાવેદારી રજૂ કરી દીધી છે.

  આ પણ વાંચોઃ રાજસ્થાનમાં ચૂંટણી પહેલા BJP MP કોંગ્રેસમાં જોડાયા: રાજકારણમાં ધમાચકડી

  ઉલ્લેખનીય છે કે રાજસ્થાનમાં કોંગ્રેસ પાર્ટી પોતાની જીતનો દાવો કરી રહી છે. કોંગ્રેસનું કહેવું છે કે રાજ્યમાં બીજેપી સરકાર વિરુદ્ધનું વાતાવરણ બની ગયું છે. પાર્ટીના કાર્યકરોમાં જોમ અને જુસ્સો ભરવા માટે અશોક ગેહલોત અને સચિન પાયલટ કોઈ કસર નથી છોડી રહ્યા. જોકે, બીજી તરફ એ પણ હકીકત છે કે સીએમ પદના દાવેદારને લઈને બંનેના સમર્થકોમાં ભારે ખેચતાણ જોવા મળી રહી છે. આજે પણ રાજસ્થાનમાં કોંગ્રેસ માટે મોટો સવાલ છે કે મુખ્યમંત્રી કોણ હશે- અશોક ગેહલોત કે પછી સચિન પાયલટ?
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Ashok Gehlot, Polls, Sachin pilot, ચૂંટણી, રાજસ્થાન

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन