સબરીમાલા મંદિરના કપાટ ખુલ્યા, કેરળ પોલીસે 10 મહિલાઓને પાછી મોકલી

News18 Gujarati
Updated: November 16, 2019, 7:04 PM IST
સબરીમાલા મંદિરના કપાટ ખુલ્યા, કેરળ પોલીસે 10 મહિલાઓને પાછી મોકલી
સબરીમાલા મંદિરના કપાટ શનિવારે શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવ્યા ((Image tweeted by ANI))

મહિલાઓની એન્ટ્રીને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે સબરીમાલા મંદિરના કપાટ શનિવારે શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવ્યા

  • Share this:
તિરુવનંતપુરમ : મહિલાઓની એન્ટ્રીને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે સબરીમાલા મંદિરના કપાટ શનિવારે શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટે મહિલાઓની એન્ટ્રી સંબંધિત મામલાને 7 જજોની બેન્ચ પાસે મોકલી દીધો છે. જોકે કોર્ટે પોતાના જૂના નિર્ણયને યથાવત્ રાખ્યો છે. સબરીમાલામાં ધાર્મિક યાત્રા 17 નવેમ્બરથી શરુ થઈ રહી છે. જ્યાં લાખો શ્રદ્ધાળુઓ પહોંચશે. આ દરમિયાન સબરીમાલા મંદિરના દર્શન કરવા આવી રહેલી 10 મહિલાઓેને કેરળ પોલીસે અડધે રસ્તેથી પરત મોકલી દીધી છે.

પોલીસના મતે 10 મહિલાઓ મંદિરના દર્શન માટે જઈ રહી હતી. પોલીસે તેમના આઈડી પ્રૂફ ચેક કર્યા હતા અને આ પછી તેમને પંબાથી પાછી મોકલી દેવામાં આવી હતી. આ મહિલાઓની ઓળખ સુજાતા (36) અને દનાલક્ષ્મી (48)ના રુપમાં થઈ છે. ઉલ્લેખનીય છે કે સબરીમાલા મંદિરમાં 10 થી 50 વર્ષની ઉંમરની મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ લાગેલો છે. સૂત્રોના મતે જ્યારે ત્રણ મહિલાઓને મંદિરની પરંપરા વિશે બતાવ્યું તો તે પાછા ફરવા માટે તૈયાર થઈ ગઈ હતી. જ્યારે જત્થામાં સામેલ અન્ય લોકો આગળ વધ્યા હતા.

આ પણ વાંચો - નિત્યાનંદ આશ્રમ : 'પિતાજી, અમે સ્વામીજી સાથે વિશ્વની સૌથી શ્રેષ્ઠ જિંદગી જીવી રહ્યા છીએ'

સબરીમાલા મામલાને સુપ્રીમ કોર્ટે 7 જજોની બેન્ચને મોકલવાના નિર્ણય પછી કેરળ સરકારે સ્પષ્ટ કર્યું છે કે તે મહિલાઓને દર્શન માટે સબરીમાલા મંદિરમાં લઇ જવા માટે કોઇ પગલાં ભરશે નહીં. ગત વર્ષે કેરળ પોલીસે મહિલાઓને સુરક્ષા આપી હતી. જેનો દક્ષિણપંથી તાકાતોના કાર્યકર્તાઓએ સખત વિરોધ કર્યો હતો.
First published: November 16, 2019
વધુ વાંચો
अगली ख़बर