Home /News /india /

અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો ગગડ્યો, વર્ષનો સૌથી મોટો ઘટાડો

અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો ગગડ્યો, વર્ષનો સૌથી મોટો ઘટાડો

અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો ગગડ્યો.

    મંગળવાર ભારતીય રૂપિયા માટે અમંગળ રહ્યો છે અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો એક ટકાથી વધુ તૂટ્યો છે. આ ઘટાડામાં રૂપિયો 2 સપ્તાહની નીચી સપાટીએ આવી ગયો છે. મંગળવારે એક ડોલરની સામે રૂપિયો 55 પૈસા ઘટીને 64.04 પર બંધ રહ્યો હતો. કરન્સીના નિષ્ણાતો જણાવે છે કે દેશના વેપાર-ખાધને કારણે રૂપિયામાં ઘટાડો થયો છે. આવી પરિસ્થિતિમાં ક્રૂડની આયાત કરવી વધુ મોંઘી બનશે અને દેશમાં મોંઘવારી વધવાની શક્યતા વધી ગઈ છે.

    રૂપિયાની ચાલ

    સોમવારની તેજી બાદ મંગળવારે રૂપિયો નબળાઈ સાથે ખુલ્લો હતો. ડોલરની તુલનાએ રૂપિયો 11 પૈસા તૂટીને 63.60ના સ્તરે ખૂલ્યો હતો, પરંતુ દિવસ દરમિયાનનાં કામકાજમાં વધુ ઘટાડો થતાં રૂપિયો આખરે બે અઠવાડિયાંના નીચેના સ્તરે 64.04 પર બંધ રહ્યો હતો.

    આની સામાન્ય માણસ પર શી અસર થશે?

    > ભારત એની પેટ્રોલિયમ પેદાશોની જરૂરિયાતના આશરે 80 ટકા આયાત કરે છે.
    > રૂપિયો ગગડતાં પેટ્રોલિયમ પેદાશોની આયાત મોંઘી થશે.
    > ઓઇલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ઘરેલુ ભાવમાં વધારો કરી શકે છે.
    > ડીઝલના ભાવમાં વધારો થવાથી નૂરમાં વધારો થશે, જેનાથી મોંઘવારી વધુ     વધશે.
    > આ ઉપરાંત ભારત મોટેપાયે ખાદ્ય તેલ અને કઠોળની પણ આયાત કરે છે.
    > રૂપિયો નબળા પડવાથી સ્થાનિક બજારમાં ખાદ્યતેલ અને કઠોળના ભાવોમાં વધારો થઈ શકે છે.
    Published by:Sanjay Joshi
    First published:

    Tags: Indian currency, Rupee, ડોલર

    આગામી સમાચાર