બુશરા મનેકા, પાંચ બાળકોની માતા જેણે ઇમરાન ખાનને કર્યો 'ક્લિન બોલ્ડ'!

Vinod Zankhaliya | News18 Gujarati
Updated: January 8, 2018, 11:29 AM IST
બુશરા મનેકા, પાંચ બાળકોની માતા જેણે ઇમરાન ખાનને કર્યો 'ક્લિન બોલ્ડ'!
ઇમરાન ખાન અને બુશરા મનેકા

પાકિસ્તાની મીડિયાએ શનિવારે એવા ન્યૂઝ ચલાવ્યા હતા કે, ઇમરાન ખાને પહેલી જાન્યુઆરીના રોજ ગૂપચૂપ રીતે ત્રીજા લગ્ન કરી લીધા છે

  • Share this:
ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર અને તહરિક-એ-ઇન્સાફ પાર્ટીના ચીફ ઇમરાન ખાને પોતાની આધ્યાત્મિક અને યોગ ગુરુ બુશરા મનેકાને લગ્ન માટે પ્રપોઝ કર્યું છે. ઇમરાન ખાન પ્રમાણે, બુશરાએ આ પ્રપોઝલ અંગે હાલ કોઈ જવાબ આપ્યો નથી. તેણે થોડો સમય માંગ્યો છે. તે પોતાના પરિવાર અને બાળકો સાથે વાતચીત પછી જ તેના પ્રપોઝલ અંગે કોઈ નિર્ણય લઈ શકે છે.

નોંધનીય છે કે પાકિસ્તાની મીડિયાએ શનિવારે એવા ન્યૂઝ ચલાવ્યા હતા કે, ઇમરાન ખાને પહેલી જાન્યુઆરીના રોજ ગૂપચૂપ રીતે ત્રીજા લગ્ન કરી લીધા છે. આ લગ્નમાં ફક્ત તેમના નજીકના મિત્રો જ હાજર રહ્યા હતા. જોકે, ઇમરાન ખાને લગ્ન કર્યા અંગે ઇન્કાર કરી દીધો હતો.

કોણ છે બુશરા મનેકા?

પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન ઇમરાન ખાનની થનારી ત્રીજી બેગમ આધ્યાત્મિક ગુરુ છે. 40 વર્ષની બુશરાના લગ્ન ફરીદ મનેકા સાથે થયા હતા. ફરીદ ઇસ્લામાબાદમાં સીનિયર કસ્ટમ ઓફિસર હતા. બુશરાએ થોડા વર્ષો પહેલા પોતાના પતિથી તલાક લઈ લીધા હતા. બુશરા મૂળ દક્ષિણ પંજાબની છે.

અનેક પોસ્ટ પર કામ કરી ચુક્યો છે બુશરાનો પ્રથમ પતિ

બુશરાનો પ્રથમ પતિ આસિસ્ટન્ટ કલેક્ટર, ડેપ્યૂટી કલેક્ટર અને એડિશનલ કલેક્ટરના પદ પર પોતાની સેવા આપી ચુક્યો છે. ગયા વર્ષે પાકિસ્તાનના પીએમ શાહિદ ખકાન અબ્બાસીએ તેને પ્રમોશન આપ્યું હતું.પાંચ બાળકોની માતા છે બુશરા

બુશરા પાંચ બાળકોની માતા છે. તેના બે દીકરા અને ત્રણ દીકરી છે. બુશરાના બંને દીકરા ઇબ્રાહિમ અને મુસા લાહૌર કોલેજમાંથી ગ્રેજ્યુએટ છે. હાલમાં બંને વિદેશમાં અભ્યાસ કરી રહ્યા છે. બુશરાની મોટી પુત્રી મેહરુ પંજાબના એમપીએ મિયાન અટ્ટા મોહમ્મદની પૂત્રવધૂ છે.

ઇમરાન ખાન સાથે કેવી રીતે થઈ મુલાકાત?

મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે, બુશરા મનેકા અને ઇમરાન ખાનની પ્રથમ મુલાકાત 2015માં NA-154 બેઠક માટે યોજાનાર પેટાચૂંટણી દરમિયાન થઈ હતી. ઇમરાન ખાન પ્રચાર કરી રહ્યા હતા. આ મુલાકાત ધીમે-ધીમે મિત્રતામાં બદલાઈ ગઈ હતી. બંને બહુ ઓછા સમયમાં નજીક આવી ગયા હતા.

બે વખત લગ્ન કરી ચુક્યા છે ઇમરાન ખાન

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર તેમજ રાજકારણી ઇમરાન ખાને બ્રિટિશ મૂળની જેમાઇમા સાથે પ્રથમ લગ્ન કર્યા હતા. બંનેના લગ્ન નવ વર્ષ સુધી ટક્યા હતા. 2004માં બંનેના તલાક થઈ ગયા હતા. થોડા મહિનાઓ પછી ઇમરાન ખાને રેહમ ખાન સાથે બીજા લગ્ન કર્યા હતા, જે વ્યવસાયે ટીવી પ્રેઝેન્ટર હતી. જોકે, 10 મહિનામાં જ બંને અલગ થઈ ગયા. હવે બધુ બરાબર રહ્યું તો ઇમરાન ખાન બહુ ઝડપથી ત્રીજા લગ્ન કરશે.
First published: January 8, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading