સમલૈંગિકતા અપરાધ નથી પણ સમલૈંગિક વિવાહ અને સંબંધ પ્રકૃતિ સંગત નથી : RSS

સુપ્રીમ કોર્ટે ગુરુવારે સહમતિથી સમલૈંગિક સંબંધોને અપરાધની શ્રેણીમાંથી બહાર કરી દીધા હતા

News18 Gujarati
Updated: September 6, 2018, 4:19 PM IST
સમલૈંગિકતા અપરાધ નથી પણ સમલૈંગિક વિવાહ અને સંબંધ પ્રકૃતિ સંગત નથી : RSS
સુપ્રીમ કોર્ટે ગુરુવારે સહમતિથી સમલૈંગિક સંબંધોને અપરાધની શ્રેણીમાંથી બહાર કરી દીધા
News18 Gujarati
Updated: September 6, 2018, 4:19 PM IST
સુપ્રીમ કોર્ટ દ્વારા સમલૈંગિક સંબંધોને અપરાધની શ્રેણીમાં બહાર રાખવા પર રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘે (આરએસએસ) નિવેદન કર્યું છે. સંઘે સમલૈંગિકતાને અપરાધની શ્રેણીમાં બહાર માનતા કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટના નિર્ણયની જેમ અમે પણ તેને અપરાધ માનતા નથી પણ આવા સંબંધો પ્રકૃતિની વિરુદ્ધ છે.

સંઘના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ અરુણ કુમારે કહ્યું હતું કે સમલૈંગિક વિવાહ અને સંબંધ પ્રકૃતિથી સુસંગત અને નૈસર્ગિક નથી. જેથી અમે આ પ્રકારના સંબંધોનું સમર્થન કરતા નથી. પરંપરાથી ભારતનો સમાજ પણ આવા પ્રકારના સંબંધોને માન્યતા આપતો નથી.

સંઘે કહ્યું હતું કે મનુષ્ય સામાન્ય રીતે અનુભવોમાંથી શીખે છે, જેથી આ વિષયને સામાજિક અને મનોવૈજ્ઞાનિક સ્તર ઉપર જ સંભાળવાની જરૂર છે.

સુપ્રીમ કોર્ટે ગુરુવારે સહમતિથી સમલૈંગિક સંબંધોને અપરાધની શ્રેણીમાંથી બહાર કરી દીધા હતા. નિર્ણય આપનાર સંવૈધાનિક પીઠમાં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા દીપક મિશ્રા, જસ્ટિસ આર.એફ નરીમન, જસ્ટિસ એએમ ખાનવિલકર, જસ્ટિસ ડી વાય ચંદ્રચુડ અને જસ્ટિસ ઇંદુ મલ્હોત્રા પણ સામેલ હતા. કોર્ટે આ મામલાનો નિર્ણય 17 જુલાઈએ સુરક્ષિત રાખી લીધો હતો.
First published: September 6, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...