પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને (Imran Khan)સંયુક્ત રાષ્ટ્રના મંચથી રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ(RSS) ઉપર નિશાન સાધ્યું હતું. સંઘે તેને ભારતનો વિરોધ ગણાવ્યો છે. સંઘના સહ સર કાર્યવાહ ડૉ. કૃષ્ણ ગોપાલ શર્માએ જણાવ્યું હતું કે સંઘ ફક્ત ભારતમાં છે. વિશ્વમાં કોઈ બીજા સ્થાને અમારી શાખા નથી. જો પાકિસ્તાન અમારાથી નારાજ છે, તેનો અર્થ છે કે ભારતથી નારાજ છે. કશું પણ કહ્યા વગર ઇમરાન વર્લ્ડમાં અમને લોકપ્રિયતા અપાવી રહ્યા છે. જે એક સારી વાત છે.
ડૉ. કૃષ્ણ ગોપાલ શર્માએ કહ્યું હતું કે જે લોકો આતંકવાદથી પીડિત છે, તે આતંકવાદની સામે છે. તે અનુભવ કરી રહ્યા છે કે આરએસએસ આતંકવાદની સામે છે. અમે ઇશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે પાકિસ્તાનના પીએમ પોતાની આ વાત ચાલું રાખે, બોલતા જાય.
પીએમ મોદી અને આરએસએસ વિશે શું કહ્યું હતું ઇમરાન ખાને? પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને કહ્યું હતું કે પ્રધાનમંત્રી મોદી રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના લાઇફ ટાઇમ સભ્ય છે. સંયુક્ત રાષ્ટ્રના સંબોધનમાં ઇમરાને કહ્યું હતું કે કૉંગ્રેસની સરકારના ગૃહમંત્રીએ કહ્યું હતું કે આરએસએસના કેમ્પોમાં આતંકની ટ્રેનિંગ આપવામાં આવે છે.
શું કહ્યું હતું કૉંગ્રેસ સરકારના ગૃહમંત્રીએ? 2013માં તે સમયના ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેએ કહ્યું હતું કે તેમની પાસે એવો રિપોર્ટ છે કે બીજેપી અને આરએસએસના ટ્રેનિંગ કેમ્પોમાં હિન્દુ આતંકવાદનું પ્રશિક્ષણ આપવામાં આવે છે. આ મુદ્દે જોરદાર વિવાદ થયો હતો. આ પછી શિંદે પોતાના નિવેદનથી પલટી ગયા હતા અને સ્પષ્ટતા કરી હતી કે તેમણે હિન્દુ આતંકવાદ નહીં પણ ભગવા આતંકવાદ કહ્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર