Home /News /india /

સંઘ પ્રમુખ મોહન ભાગવત બોલ્યા- જ્યાં મુસ્લિમો માટે સ્થાન ન હોય, તે હિન્દુત્વ નથી

સંઘ પ્રમુખ મોહન ભાગવત બોલ્યા- જ્યાં મુસ્લિમો માટે સ્થાન ન હોય, તે હિન્દુત્વ નથી

સંઘ પ્રમુખ મોહન ભાગવત બોલ્યા- જ્યાં મુસ્લિમો માટે સ્થાન ન હોય, તે હિન્દુત્વ નથી

ભાગવતે કહ્યું હતું કે એક હિન્દુ રાષ્ટ્ર હોવાનો મતલબ એ નથી કે ત્યાં મુસ્લિમો માટે સ્થાન ના હોય. જે દિવસે આમ થશે તે હિન્દુત્વ રહેશે નહીં. હિન્દુત્વ પુરી દુનિયાને પરિવાર માનવાની વાત કરે છે

    રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે સંઘની કાર્યશૈલી સ્પષ્ટ કરવાની સાથે દેશમાં લધુમતીઓના મનમાં ઉભી થઈ રહેલી આશંકાઓ દૂર કરવાનો પ્રયત્ન કર્યો હતો. મોહન ભાગવતે મંગળવારે કહ્યું હતું કે જો કોઈ હિન્દુ રાષ્ટ્રમાં મુસ્લિમો માટે સ્થાન નથી તો તે હિન્દુત્વ હશે નહીં. આ સાથે તેમણે એ વાત ઉપર પણ ભાર મુક્યો હતો કે આરએસએસ હંમેશા સંવિધાનની શક્તિમાં વિશ્વાસ રાખે છે.

    દિલ્હીના વિજ્ઞાન ભવનમાં ત્રણ દિવસો સુધી ચાલનાર ભવિષ્યના ભારત સંવાદ કાર્યક્રમના બીજા દિવસે મોહન ભાગવતે કહ્યું હતું કે એક હિન્દુ રાષ્ટ્ર હોવાનો મતલબ એ નથી કે ત્યાં મુસ્લિમો માટે સ્થાન ના હોય. જે દિવસે આમ થશે તે હિન્દુત્વ રહેશે નહીં. હિન્દુત્વ પુરી દુનિયાને પરિવાર માનવાની વાત કરે છે.

    મોહન ભાગવતે મંગળવારે એવો પણ દાવો કર્યો હતો કે સંઘ પોતાના સ્વંયસેવકોને કોઈ પાર્ટી વિશેષ માટે કામ કરવા માટે ક્યારેય કહ્યું નથી પણ તેના રાષ્ટ્રીય હીતો માટે કામ કરનાર લોકોને સમર્થન કરવાની સલાહ આપી છે. આરએસએસ રાજનીતિથી દૂર રહે છે પણ રાષ્ટ્રીય હિતોના મુદ્દા પર તેનો દ્રષ્ટીકોણ છે.

    આ પણ વાંચો - ભાજપ પર RSSનાં 'નિયંત્રણ' જેવા 6 વિવાદો પર ભાગવતે તોડ્યું મૌન

    આરએસએસના ત્રણ દિવસીય સંમેલનમાં બીજા દિવસે ભાગવતે આ ટિપ્પણી દ્વારા આરએસએસના કામ અને બીજેપીના કામ વચ્ચેનો ફરક બતાડવાનો પ્રયત્ન કર્યો હતો. બીજેપીને સામાન્ય રીતે વૈચારિક રીતે સંઘ સાથે જોડાયેલ માનવામાં આવે છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત ઘણા શીર્ષ નેતાઓનું બેકગ્રાઉન્ડ આરએસએસ રહ્યું છે.

    ભાગવતે બીજેપીનું નામ લીધા વગર કહ્યું કે એવી ધારણા છે કે આરએસએસ કોઈ પાર્ટી વિશેષના કામકાજમાં મુખ્ય ભુમિકા ભજવે છે કારણ કે આ સંગઠનમાં તેના ઘણા બધા કાર્યકર્તા છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Mohan bhagwat, RSS

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन