Home /News /india /

ભાજપથી નારાજ છે સંઘ ? ભાગવતે કહ્યું- આઝાદીની લડતમાં કોંગ્રેસનો ફાળો, આપ્યા મહાપુરુષો

ભાજપથી નારાજ છે સંઘ ? ભાગવતે કહ્યું- આઝાદીની લડતમાં કોંગ્રેસનો ફાળો, આપ્યા મહાપુરુષો

આરએસએસના પ્રમુખ મોહન ભાગવતે સોમવારે કહ્યું હતું કે કોંગ્રેસે સ્વતંત્રતા આંદોલનમાં મોટી ભુમિકા નિભાવી હતી

મોહન ભાગવતે કહ્યું હતું કે સંઘનો કાર્યકર્તા પ્રચાર વગર પણ કોઈના કોઈ કામમાં લાગ્યો રહે છે. આરએસએસના લોકો લોકોની ભલાઈ માટે કામ કરી રહ્યા છે આમ છતા કેટલાક લોકો સંઘને નિશાન બનાવે છે.

    રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ(આરએસએસ)ના પ્રમુખ મોહન ભાગવતે સોમવારે કહ્યું હતું કે કોંગ્રેસે સ્વતંત્રતા આંદોલનમાં મોટી ભુમિકા નિભાવી હતી અને ભારતને અનેક મહાપુરુષ આપ્યા હતા. સંઘ પ્રમુખે ત્રણ દિવસીય કાર્યક્રમના બીજા દિવસે ભાષણ આપ્યું હતું. આરએસએસનો દિલ્હીમાં ત્રણ દિવસીય કાર્યક્રમ ‘ભવિષ્યનું ભારત: RSS દ્રષ્ટિકોણ’ચાલી રહ્યો છે. સંઘના આ કાર્યક્રમમાં બોલીવુડની ઘણી હસ્તીઓ સહિત અલગ-અલગ ક્ષેત્રોની હસ્તીઓ હાજર રહી હતી.

    મોહન ભાગવતે કહ્યું હતું કે સંઘનો કાર્યકર્તા પ્રચાર વગર પણ કોઈના કોઈ કામમાં લાગ્યો રહે છે. આરએસએસના લોકો લોકોની ભલાઈ માટે કામ કરી રહ્યા છે આમ છતા કેટલાક લોકો સંઘને નિશાન બનાવે છે. મોહન ભાગવતે કહ્યું હતું કે કોંગ્રેસે આઝાદીના આંદોલનમાં મોટી ભુમિકા નિભાવી હતી અને ભારતને ઘણા મહાન લોકો આપ્યા છે.

    સંઘ પ્રમુખે અબ્દુલ કલામને યાદ કરતા કહ્યું હતું કે તેમણે અરુણાચલ પ્રદેશમાં કહ્યું હતું કે આપણે આપણા દેશમાં વિશ્વાસ રાખવો પડશે. આરએસએસ એક તાકાતના રૂપમાં ઉભર્યું છે અને તે પ્રચારનું ભુખ્યું નથી. દુનિયાનું કોઈપણ સંગઠન તેના મુલ્યાની બરોબરી કરી શકે નહીં. એવા નેતાની જરૂર છે જે સામાજીક બદલાવ લાવી શકે.

    સંઘ પ્રમુખે હેડગેવરને યાદ કરતા કહ્યું હતું કે તે કોંગ્રેસના સભ્ય હતા અને વિદર્ભ ક્ષેત્રના મોટા નેતા હતા. તેમણે અસહયોગ આંદોલનમાં પણ ભાગ લીધો હતો.
    First published:

    Tags: Ideology, Mohan bhagwat, RSS

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन