RSS સાથે જોડાયેલ આ સંગઠન શાકભાજીની MRP નક્કી કરવા માંગે છે

એક ખેડૂત 5 રૂપિયે કિલો ટમાટર વેચે છે, પરંતુ તે જ ટામેટા શાકમાર્કેટમાં રૂ. 30માં વેંચવામાં આવે છે. આ રીતે ખરીદી કરનાર સુધી પહોંચતા તે રૂ. 50ના કિલો થઈ જાય છે...

એક ખેડૂત 5 રૂપિયે કિલો ટમાટર વેચે છે, પરંતુ તે જ ટામેટા શાકમાર્કેટમાં રૂ. 30માં વેંચવામાં આવે છે. આ રીતે ખરીદી કરનાર સુધી પહોંચતા તે રૂ. 50ના કિલો થઈ જાય છે...

  • Share this:
    મોદી સરકાર બજેટ રજૂ કરે તે પહેલા આરએસએસ સાથે જોડાયેલ ભારતીય કિસાન સંઘે શાકભાજીની એમઆરપી નક્કી કરવાની માંગ કરી છે. ભારતીય કિસાન સંઘના રાષ્ટ્રીય સચિવ મોહિની મોહન મિશ્રાએ ખેડૂતોના ફાયદાને લઈ પ્રશ્નો કર્યા છે.

    મોહિની મોહન મિશ્રાએ કહ્યું, 'સરકારને શાકભાજી અને ખેતરમાં ઉગાડવામાં આવતી કેટલી અન્ય વસ્તુઓની કિંમત પર નિયંત્રણ લગાવવાની જરૂરત છે. એક ખેડૂત 5 રૂપિયે કિલો ટમાટર વેચે છે, પરંતુ તે જ ટામેટા શાકમાર્કેટમાં રૂ. 30માં વેંચવામાં આવે છે. આ રીતે ખરીદી કરનાર સુધી પહોંચતા તે રૂ. 50ના કિલો થઈ જાય છે. ખેડૂત મોટાભાગની વસ્તુઓ એમઆરપી પર ખરીદે છે અને શાકભાજી ઓછા ભાવે આપે છે, આ તો ખોટું છે ને.'

    તેમણે કહ્યું કે, "ખેડૂતને તેના ઉત્પાદનનો સાચો ભાવ મળવો જોઈએ. શાક માર્કેટવાળા સાચો ભાવ આપી ખરીદતા નથી. હવે હાલત એવી છે કે ખેડૂતોને વારંવાર ખોટ થાય છે."

    મોહન મિશ્રાના જણાવ્યા પ્રમાણે, ચૂંટણીના સમયે સરકારે ખેડૂતોને ન્યૂનત્તમ સપોર્ટ ભાવ (એમએસપી)ને વધારવાનો વાયદો કર્યો છે. તમણે કહ્યું, "ખેડૂતો અને ઉત્પાદકને ધ્યાનમાં રાખીને જ ન્યૂનત્તમ સપોર્ટ ભાવ નક્કી થવો જોઈએ. આ ટૂંટણીલક્ષી રાજનીતિ છે. સામાન્ય રીતે ખેડૂત અને વેચનારનો ફાયદો જોવામાં આવે છે". જો બટાકા, ડુંગળી અને ટામેટાની કિંમત વધારવામાં આવશે તો, સરકાર પડી જશે. એટલે તે મોંઘવારી ઓછી કરવાની આડામં ખેડૂતોને સારી કિંમત મળે તેનો વિરોધ કરી રહ્યા છે.
    Published by:kiran mehta
    First published: