Home /News /india /

ગટરમાંથી અચાનક નીકળ્યાં નોટોનાં બંડલ, જોવા ઉમટી ભીડ

ગટરમાંથી અચાનક નીકળ્યાં નોટોનાં બંડલ, જોવા ઉમટી ભીડ

ગટરમાંથી અચાનક નીકળ્યાં નોટોનાં બંડલ, જોવા ઉમટી ભીડ

ખાસ વાત તો એ છે કે આટલા બધા રૂપિયા હતા તો પણ કોઇએ એકપણ નોટ લેવાની ઇચ્છા ન દર્શાવી.

    ન્યૂઝ 18 ગુજરાતી : ઉત્તર પ્રદેશનાં કાનપુરથી મોટી ખબર સામે આવી છે. જ્યાં એક ગટરમાંથી નોટોનાં બંડલ નીકળવા માળ્યાં. ખાસ વાત તો એ છે કે આટલા બધા રૂપિયા હતા તો પણ કોઇએ એકપણ નોટ લેવાની ઇચ્છા ન દર્શાવી. લોકોએ આ ગટરમાંથી નીકળતી નોટોનાં ફોટા ઘણા પાડ્યાં પરંતુ કોઇએ લીધી નહી કારણ કે આ નોટો જૂની હતી.

    આ પણ વાંચો: દુનિયાનું સૌથી ખતરનાક હેલિકોપ્ટર ભારતને મળ્યું, આનાથી થયો હતો લાદેન પર હુમલો

    આ અંગે મળતી જાણકારી પ્રમાણે, આ મામલો કાનપુરનાં ગોવિંદ નગર વિસ્તારનો છે. ગુરૂવારે અહીં સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગટરની સફાઇ થઇ રહી હતી. જ્યારે લોકોએ આ રૂપિયાની નોટોને ખોલીને ગણી તો 3 લાખ રૂપિયા હતાં. પરંતુ કોઇએ આ રૂપિયાને હાથ પણ ન લગાવ્યો માત્ર ફોટા જ પાડતા રહ્યાં હતાં.

    આ પણ વાંચો: આધાર અપડેટ કરવાના ચાર્જમાં વધારો થયો,જાણો કેટલા પૈસા ચુકવવા પડશે

    નોંધનીય છે કે નગર નિગમ જોન 5ની ટીમ બપોરે નટરાજ ટોકીઝની પાસે ગટર સાફ કરાવી રહ્યાં હતાં. સફાઇકર્મીને ગટરમાં ઉતરીને સાફ કરતી વખતે એક બેગ મળી હતી. જ્યારે લોકોએ નોટોને ગણી ત્યારે તેની કિંમત 3 લાખ રૂપિયાની હતી. બેગમાં 500-500ની જૂની નોટનાં બંડલ હતાં. આ જોતા જ સફાઇકર્મીઓએ સફાઇ રોકી દીધી હતી. આ ખબર ફેલાતા આસપાસનાં લોકો પણ જોવા ઉમટી પડ્યાં હતાં. આ નોટોનાં બંડલ જોઇને લોકોમાં ચર્ચા જામી હતી કે કોઇએ નોટબંધી પછી આને ફેંકી દીધી હશે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Demonetisation, ઉત્તરપ્રદેશ, ભારત, યૂપી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन