Video: ટાયરમાંથી નીકળ્યાં બે-બે હજારનાં બંડલમાં 2.3 કરોડ રૂપિયા

ચોંકાવનારી વાત એ છે કે બેંગલુરૂથી શિમોગા જઇ રહેલી એક કારમાં રાખેલ એક સ્પેર ટાયરમાંથી આશરે 2.30 કરોડ રૂપિયાની રોકડ મળી છે.

News18 Gujarati
Updated: April 21, 2019, 4:27 PM IST
Video: ટાયરમાંથી નીકળ્યાં બે-બે હજારનાં બંડલમાં 2.3 કરોડ રૂપિયા
વીડિયોમાંથી લીધેલી તસવીરો
News18 Gujarati
Updated: April 21, 2019, 4:27 PM IST
ન્યૂઝ 18 ગુજરાતી : કર્ણાટકનાં શિમોગા જિલ્લામાં ચૂંટણી દરમિયાન મોટા પ્રમાણમાં રોકડ રકમ મળી છે. આયકર વિભાગનાં દરોડામાં કર્ણાટક અને ગોવાની વિવિધ જગ્યાઓથી 4 કરોડ રૂપિયા મળ્યાં છે. ચોંકાવનારી વાત એ છે કે બેંગલુરૂથી શિમોગા જઇ રહેલી એક કારમાં રાખેલ એક સ્પેર ટાયરમાંથી આશરે 2.30 કરોડ રૂપિયાની રોકડ મળી છે.

આયકર વિભાગે કરેલી કાર્યવાહીનો એક વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયોમાં ટાયર ફાડતા તેમાંથી 2-2 હજારની નોટનાં બંડલ મળ્યાં હતાં. આ દરોડામાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

આ મામલે મળતી માહિતી પ્રમાણે આયકર વિભાગનાં દરોડામાં કારનાં સ્પેર ટાયરમાંથી 2.40 કરોડ, કારનાં ઇન્ટસેપ્શનમાંથી  40 લાખ, બગલકોટમાં એક બેંક કર્મી પાસેથી એક કરોડ રૂપિયા, ગોવામાં આશરે 30 લાખ રૂપિયાની જ્વેલરી અને બીજાપુરથી 10 લાખની રકમ મળી છે.




સૂત્રો પ્રમાણે દરોડામાં મળેલી સંપત્તિને બેંગ્લૂરુથી શિમોગા અને ભદ્રાવતી ટ્રાંસફર કરવામાં આવી રહી હતી. ઇન્ટેલિજન્ટ વિભાગની આની પર નજર હતી. રોકડની સાથે ઝડપાયેલ વ્યક્તિ બેંગ્લુરુથી ભદ્રાવતી જઇ રહ્યો હતો. ત્યારે જ તેને રોકી લેવામાં આવ્યો. કારની સ્ટેપની જ્યારે ફાડવામાં આવી ત્યારે તેમાંથી પણ 2-2 હજારની નોટો નીકળી હતી.
First published: April 21, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...