Home /News /india /

ટેસ્ટ ટીમમાં જગ્યા ન અપાતા રોહિતે કહ્યું- 'પસ્તાવો કરવાનો સમય નથી'

ટેસ્ટ ટીમમાં જગ્યા ન અપાતા રોહિતે કહ્યું- 'પસ્તાવો કરવાનો સમય નથી'

  ભારતનો સ્ટાર ખેલાડી રોહિત શર્માએ આજે કહ્યું કે, તેમના ઉતાર-ચડાવવાળા ટેસ્ટ કરિયર વિશે વિચારવાનું હવે કોઈ મતલબ નથી કેમ કે, તેમનું અડધું કરિયર ખત્મ થઈ ચૂક્યું છે. રોહિત હવે માત્ર બાકી બચેલ કરિયરની મજા લેવા માંગે છે.

  તેમને ટેસ્ટ મેચોમાં પોતાના નીચા રેકોર્ડ વિશે કહ્યું, "એક ખેલાડીના રૂપમાં તમારા પાસે સીમિત સયમ હોય છે અને મે આમાં લગભગ મારો અડધો સમય આપી દીધો છે. બાકી બચેલ અડધા સમયને વિચારીને પ્રસાર કરવાનો કોઈ જ મતલબ નથી, મને ટીમમાં જગ્યા મળે કે નહી હું તે સિદ્ધાંત સાથે આગળ વધી રહ્યો છું કે, મારી પાસે જે તક છે તેનો પૂરેપૂરો ફાયદો ઉઠાવું"

  સીમિક ઓવરોમાં પ્રભાવશાળી રેકોર્ડ હોવા છતાં રોહિત 25 ટેસ્ટ મેચોમાં 39.97ની એવરેજથી 1479 રન જ બનાવી શક્યો છે. દક્ષિણ આફ્રિકામાં લચર પ્રદર્શનના કારણે અફઘાનિસ્તાન વિરૂદ્ધ 14 જૂનથી શરૂ થઈ રહેલ એકમાત્ર ટેસ્ટ માટે રોહિતની પસંદગી કરવામાં આવી નથી.

  જોકે, તેમને આ વિશે કોઈ જ ફરિયાદ નથી અને તેમને કહ્યું કે, તેઓ કરિયરના તે સ્ટેજ પર છે કે, તે હવે પસંદગીને લઈને વિચારી શક્તો નથી. હાલમાં હું સ્ટેદ પર છું ત્યાંથી મને આના પર ચિંતા કરવાની જરૂર નથી કે મારી પસંદગી થશે કે નહી. મને મારી રમતની માત્ર મજા ઉઠાવવાની છે. મારી કારકિર્દીના પહેલા પાંચ-છ વર્ષ એવા હતા ત્યારે હું વિચાતો હતો કે, શું ટીમમાં મારી પસંદગી કરવામાં આવશે. હવે આ રમતની મજા લેવાનો સમય છે.

  રોહિતને પૂછવામાં આવ્યું કે, અફઘાનિસ્તાન વિરૂદ્ધ ટેસ્ટ ટીમથી બહાર કરવાથી તેઓ હેરાન છે. તેના જવાબમાં રોહિત કહ્યું કે, "ના, જેવી રીતે મે પહેલા કહ્યું કે, હું માત્ર પોતાની રમતની મજા ઉઠાવી શકુ છું. કોઈ વસ્તુને લઈને પસ્તાવો કરવાનો સમય નથી. પહેલા મારી પાસે પસ્તાવો કરવાનો પર્યાપ્ત સમય હતો. આગળ અમારે મોટી ટૂર્નામેન્ટોમાં રમવાનું છે, સારૂ તે રહેશે કે, તેના પર ધ્યાન આપીએ. "
  Published by:Mujahid Tunvar
  First published:

  Tags: India vs Afghanistan, Team india, Team india announced, રોહિત શર્મા

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन