બિહારમાં સીટ વહેચણી પર કુશવાહાનો કટાક્ષ, કહ્યું - 56 ઇંચવાળા થયા નમસ્તક

બિહારમાં સીટ વહેચણી પર કુશવાહાનો કટાક્ષ, કહ્યું - 56 ઇંચવાળા થયા નમસ્તક

કુશવાહાએ ટ્વિટ કરીને કહ્યું હતું કે નીતીશ કુમારની ગીધડ ધમકી સામે નમસ્તક થયા 56 ઇંચવાળા... આજે તેમની છાતી 56માંથી 36 ઇંચની થઈ ગઈ

 • Share this:
  બિહારમાં એનડીએના સહયોગી દળો માટે સીટો વહેચણીની રવિવારે ઔપચારિક જાહેરાત થઈ હતી. તેને લઈને પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાષ્ટ્રીય લોક સમતા પાર્ટી (આરએલએસપી)ના પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહાએ બીજેપી, નીતીશ કુમાર અને રામવિલાસ પાસવાન પર નિશાન સાધ્યું છે.

  કુશવાહાએ ટ્વિટ કરીને કહ્યું હતું કે નીતીશ કુમારની ગીધડ ધમકી સામે નમસ્તક થયા 56 ઇંચવાળા... આજે તેમની છાતી 56માંથી 36 ઇંચની થઈ ગઈ. થાળી છીનવા વાળા પાસેથી છીનવી લીધી સીટીંગ સીટ...પણ જનતા તૈયાર બેઠી છે બાળકોના હાથમાં પુસ્તક છીનનાર પાસેથી હિસાબ લેવા માટે.

  અન્ય એક ટ્વિટમાં ઉપેન્દ્ર કુશવાહાએ કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાન પર નિશાન સાધતા કહ્યું હતું કે પાસવાન જીએ રાજ્યસભામાંથી પોતાની સીટ સુરક્ષિત કરી લીધી છે...મોસમને ઓળખી જઈને સારું કામ કર્યું ભાઈ સાબે. કારણ કે લોકસભા ચૂંટણીમાં એનડીએનનું ખાતું પણ ખુલશે નહીં. અગ્રીમ અભિનંદન.

  આ પણ વાંચો - બિહાર NDAએ 17+17+6 ફોમ્યૂલા પર મારી મહોર, સીટોની પસંદગી હજુ બાકી

  રવિવારે બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે બિહારમાં લોકસભાની સીટ વહેચણીની જાહેરાત કરી હતી. આ પ્રસંગે બિહારના સીએમ નીતીશ કુમાર, કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાન અને એલજીપી નેતા ચિરાગ પાસવાન હાજર રહ્યા હતા. સીટ શેરિંગ ફોર્મ્યુલા પ્રમાણે બીજેપી-જેડીયુ 17-17 સીટો પર અને એલપીજી 6 સીટો પર લોકસભાની ચૂંટણી લડશે. રામવિલાસ પાસવાન એનડીએના રાજ્યસભા સીટ પર ચૂંટણી લડશે.
  Published by:Ashish Goyal
  First published: