Home /News /india /

પુત્ર તેજપ્રતાપના લગ્નમાં હાજર રહેશે લાલુ, પાંચ દિવસના પેરોલ મંજૂર

પુત્ર તેજપ્રતાપના લગ્નમાં હાજર રહેશે લાલુ, પાંચ દિવસના પેરોલ મંજૂર

    પુત્ર તેજપ્રતાપ યાદવના લગ્નમાં હાજરી આપવા માટે આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના પાંચ દિવસના પેરોલ મંજૂર થયા છે.  જેલ આઇજી તથા જેલ અધિક્ષકની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.  કહેવામાં આવી રહ્યુ છે કે  લાલુ પ્રદાસ યાદવ રાતની ફ્લાઇટથી પટના જશે, આ દરમિયાન તેમની સાથે રિમ્સના એક ડોક્ટર પણ સાથે હશે.

    પ્રવાસ કરવા માટે લાલુ ફીટ

    મહત્વનું છે કે મંગળવારે રાંચીના બિરસા મુંડા જેલ ઓથોરિટીએ સોલિસિટર જનરલ પાસે કાયદાકીય સલાહ માગી હતી, આ મામલે રાંચી અને પટના એસએસપીએ મંજૂરી આપતા જણાવ્યું કે લાલુ પ્રસાદને પેરોલ આપી શકાય છે, મંગળવારે રાતે રિમ્સના મેડિકલ બોર્ડે પણ રાજદ સુપ્રીમોને યાત્રા કરવા માટે ફિટ હોવાનું જણાવ્યું હતું.

    મહત્વનું છે કે 11 મેના રોજ ઝારખંડ હાઇકોર્ટમાં પણ લાલુ પ્રસાદના જામીન અરજી પર સુનવણી થનાર છે, 12 મેએ પટનામાં લાલુના મોટા પુત્ર તેજપ્રતાપના બિહારના પૂર્વ મંત્રી ચંદ્રિકા રાયની પુત્રી એશ્વર્યા રાય સાથે લગ્ન યોજાનાર છે. બિમારી હોવા છતા લાલુ પ્રસાદ યાદવે આ લગ્નમાં હાજર રહેવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. રિમ્સના સુપર સ્પેશિયાલિસ્ટ વોર્ડમાં સારવાર લઇ રહેલા લાલુ પ્રસાદની તબિયતમાં સુધાર આવી રહ્યો હોવાનું કહેવામાં આવે છે.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: જામીન, લાલુ પ્રસાદ યાદવ

    આગામી સમાચાર