'ઓનલાઇન ખરીદી'માં આ માણસને 37 હજારમાં મળ્યો પથ્થરનો ટુકડો

News18 Gujarati
Updated: May 25, 2018, 3:01 PM IST
'ઓનલાઇન ખરીદી'માં આ માણસને 37 હજારમાં મળ્યો પથ્થરનો ટુકડો
News18 Gujarati
Updated: May 25, 2018, 3:01 PM IST
ઋષિકેશના એક વિદ્યાર્થીને ઓનલાઇન શોપિંગ કરવું મોંઘું પડ્યું છે. વિદ્યાર્થીએ ઓર્ડર તો આશરે ચાલીસ હજાર રૂપિયાની કિંમતના ડીએસએલઆર કેમેરાનો આપ્યો હતો. પરંતુ તેને એક પેક કરેલો પથ્થર મળ્યો છે. આ મામલે વિદ્યાર્થીએ ફરિયાદ નોંધાવી છે.

કૈલાશ ગેટ પાસે રહેનાર આ વિદ્યાર્થી શુભમ ઝા ડીગ્રી કોલેજમાંથી બીએ કરી રહ્યો હતો. વિદ્યાર્થી પ્રમાણે ઇ-કોમર્સ કંપની એમેઝોનમાંથી 17 મેના રોજ કેનન એઓએસ 200ડી 24.2 એમપી ડિજિટલ એસએલઆર કેમેરાનો ઓર્ડર આપ્યો હતો. કેમેરાની કિંમત 37,450 રૂપિયા હતી જેની ઓનલાઇન ચૂકવણી કરવામાં આવી હતી.

20 મેના રોજ જ્યારે એમેઝોન હોમ ડિલીવરી દ્વારા શુભમને તેનો સામાન મળ્યો ત્યારે તેને આશ્ચર્ય થયું. બહારથી પેકેટને જોઇને લાગી જ નહતું રહ્યું કે તેમા કેમેરા છે. શુભમે મિત્રોની મદદથી પેકેટ ખોલવાનો વીડિયો બનાવી દીધો. પેકેટ ખોલતાની સાથે તેમાં કેમેરાની જગ્યાએ પથ્થર નીકળ્યો હતો. જે પછી શુભમે ઓનલાઇન ફરિયાદ નોંધાવી. પરંતુ ફરિયાદ કર્યાના ત્રણ દિવસ પછી પણ કોઇ જવાબ ન મળતા પોલીસમાં પણ ફરિયાદ નોંધાવી દીધી.
First published: May 25, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...