રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ બની દેશની સૌથી મોટી કંપની, માર્કેટ કેપ રૂ.8 લાખ કરોડને પાર

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ માર્કેટ કેપની યાદીમાં દેશની નંબર વન કંપની બનતાં TCS હવે બીજા સ્થાને.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ માર્કેટ કેપની યાદીમાં દેશની નંબર વન કંપની બનતાં TCS હવે બીજા સ્થાને.

  • Share this:
    દેશની સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણીની માલિકીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માર્કેટ કેપિટલાઈઝેશનની બાબતમાં ફરી એકવાર દેશની સૌથી મોટી કંપની બની છે. કંપનીનું માર્કેટ કેપ ગુરુવારને રૂ.8 લાખ કરોડને વટાવી ગયું હતું. આજ સુધીમાં દેશમાં કોઈ પણ કંપનીનું બજારમૂલ્ય રૂ.8 લાખ કરોડ સુધી નથી ગયું.

    રિલાન્યસ ઇન્ડસ્ટ્રીઝના શેરોમાં ઉછાળો

    ગુરુવારે શેરબજારમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર જેવો રૂ. 1262ની રેકોર્ડ ઊંચાઈને સ્પર્શી ગયો ત્યારે કંપનીનું બજારમૂલ્ય વધીને રૂ.8 લાખ કરોડથી વધી ગયું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં 5000થી વધુ કંપનીઓ લિસ્ટેડ છે અને એ બધાનું કુલ બજારમૂલ્ય અંદાજે રૂ.157 લાખ કરોડ થાય છે. આ રૂ.157 લાખ કરોડમાં માત્ર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું બજારમૂલ્ય રૂ.8 લાખ કરોડ થાય છે.



    દેશની બીજી પાંચ મોટી કંપની

    રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ માર્કેટ કેપની યાદીમાં દેશની નંબર વન કંપની બનતાં TCS હવે બીજા સ્થાને આવી ગઈ છે, જેનું બજારમૂલ્ય લગભગ રૂ.7.78 લાખ કરોડ જેટલું છે. ત્રીજા ક્રમાંકે રૂ.5.69 લાખ કરોડના બજારમૂલ્ય સાથે એચડીએફસી બેન્ક આવે છે અને ચોથા સ્થાને રૂ.3.82 લાખ કરોડના બજારમૂલ્ય સાથે હિન્દુસ્તાન યુનિલીવર આવે છે. પાંચમા નંબરે આઈટીસીનું બજારમૂલ્ય રૂ.3.79 લાખ કરોડ થાય છે.
    Published by:Sanjay Joshi
    First published: