ક્રિકેટર ગૌતમ ગંભીર ચૂંટણીના મેદાનમાં ઉતરતા જ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં ખલબલી મચી ગઈ છે. ગંભીર પૂર્વી દિલ્હીથી બીજેપીનો ઉમેદવાર છે. તેણે મંગળવારે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. તેના બીજા જ દિવસે અરવિંદ કેજરીવાલની પાર્ટીએ ગંભીરના ઉમેદવારી પત્ર પર સવાલ ઉઠાવતા તેને રદ કરવાની માંગણી કરી હતી. જોકે રિટર્નિંગ ઓફિસરે ગંભીરની ઉમેદવારીને યોગ્ય માની હતી.
આમ આદમી પાર્ટીની દલીલ હતી કે ગંભીરે નામાંકર દરમિયાન જે નોટરી સ્ટેમ્પનો ઉપયોગ કર્યો હતો તે બૈક ડેટનો હતો. જોકે તેની ઉપર ગંભીરના વકીલે કહ્યું હતું કે આમ આદમી પાર્ટી જેને બૈક ડેટનો નોટરી સ્ટેમ્પ બતાવે છે તે નોટરીનો રજિસ્ટર સીરિયલ નંબર છે. આ પછી રિટર્નિંગ ઓફિસરે ગંભીરના ઉમેદવારી પત્રનો સ્વિકાર કર્યો હતો.
પૂર્વી દિલ્હીથી બીજેપી ઉમેદવાર ગૌતમ ગંભીર સામે આમ આદમી પાર્ટીની આતિશી માર્લેના ચૂંટણીના મેદાનામં છે. પૂર્વ ક્રિકેટર ગંભીર વાર્ષિક કમાણીના મામલે સૌથી અમીર ઉમેદવાર છે. ગંભીરની વાર્ષિક કમાણી 12 કરોડ રુપિયાથી વધારે છે. ગંભીરે 2017-18માં ભરેલા ઇન્કમ ટેક્સ રિટર્ન પ્રમાણે પોતાની વાર્ષિક કમાણી 12.4 કરોડ રુપિયા બતાવી છે.
ઉમેદવારી પત્ર ભરતા પહેલા ગંભીરે કહ્યું હતું કે હું ઘણો ઉત્સાહિત છું. હું દેશ માટે કશું નવું કરવા જઈ રહ્યો છું. હું પીએમ મોદી અને બીજેપીની વિચારધારાને આગળ લઈ જવા માંગુ છું. હું દેશ માટે સારું કામ કરવા માંગુ છું.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર