મિસ ઈરાકે મિસ ઈઝરાયલ સાથે લીધી સેલ્ફી, પરિવારે છોડવો પડ્યો દેશ

ઈઝરાયેલી મીડિયાએ ખબર આપી હતી કે ઈદાન અને તેમનો પરિવાર હવે અમેરિકામાં રહે છે

ઈઝરાયેલી મીડિયાએ ખબર આપી હતી કે ઈદાન અને તેમનો પરિવાર હવે અમેરિકામાં રહે છે

  • Share this:
મિસ ઈઝરાયલની સાથે મિસ ઈરાક સારા ઈદાનને સેલ્ફી લેવી મોંઘી પડી. સેલ્ફી જેવી સોશિયલ મીડિયામાં આવી તેવી તેમને અને તેમના પરિવારને જાનથી મારવાની ધમકી મળવા લાગી. જેના કારણે સારાના પરિવારને દેશ છોડવો પડ્યો.

ઈદાદે 14 નવેમ્બરના રોજ મિસ ઈઝરાયેલ અદાર ગેંડલ્સમેનની સાથે મિસ યૂનિવર્સ પ્રતિયોગિતમાં સેલ્ફી લીધી હતી. ફોટો શેર કરતા તેમાં લખ્યું હતું કે, ' મિસ ઈરાક અને મિસ ઈઝરાયેલની તરફથી શાંતિ અને પ્રેમ'

ગેંડલ્સમેને પણ આ તસવીરને પોતાના એકાઉન્ટથી શેર કરી હતી. આ તસવીર સોશિયલ મીડિયા પર ઘણી શેર થઈ હતી. નોંધનીય છે કે ઈઝરાયેલ સાથે અરબના કેટલાક દેશોની દુશ્મની છે.

ઈઝરાયેલી મીડિયાએ ખબર આપી હતી કે ઈદાન અને તેમનો પરિવાર હવે અમેરિકામાં રહે છે. તેમને ધમકીઓના કારણે દેશ છોડવો પડ્યો. જ્યાં બીજી બાજુ ગેંડલસ્મમેને કહ્યું કે તેમણે તસવીર એટલે શેર કરી હતી કે લોકોને સંદેશ મળે કે બધા સાથે રહી શકે છે, છેલ્લે તો બંન્ને માણસો જ છે ને.
First published: