લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકાર દ્વારા સવર્ણોને આર્થિક આધારે અનામત આપવાના નિર્ણયથી દેશનું રાજકારણ 360 ડિગ્રી ફરી ગયું છે. વાત ઉત્તર પ્રદેશની કરવામાં આવે તો આ નિર્ણયની સીધી અસર યૂપીની રાજનિતી ઉપર પડશે. કહેવાય છે કે લોકસભા ચૂંટણીમાં યૂપી ફરી એક વખત કેન્દ્રની સત્તા સુધી પહોંચવાની ચાવી સાબિત થશે.
કારણ કે સવર્ણ અનામત નિર્ણયની સૌથી મોટી અસર યૂપીમાં જ જોવા મળશે. ત્યાં 80 માંથી 40 સીટો પર સવર્ણ મતદાતા સીધા-સીધા નિર્ણાયક ભૂમિકા ભજવે છે. ત્રણ રાજ્યોમાં પરાજય પછી બીજેપીને જે ફીડબેક મળ્યું છે તેમાં ખબર પડી છે કે સવર્ણ મતદાતાઓએ નોટાને પ્રાથમિકતા આપી હતી. આરએસએસેપણ પોતાના ફિડબેડમાં સરકારને કહ્યું હતું કે એસસી-એસટી એક્ટ સંશોધનના કારણે સવર્ણોમાં નારાજગી છે. જેને દૂર કરવી જરુરી છે. બીજેપી માટે સવર્ણ મતદાતા મહત્વના છે. કારણ કે પાર્ટીની જીત હોય કે હાર, તેમને મળનાર મતોમાં 50 ટકા યોગદાન સવર્ણ મતદાતાઓનું હોય છે.
યૂપીમાં 40 સીટો એવી છે જ્યાં સવર્ણ વોટર નિર્ણાયક ભૂમિકા ભજવે છે. ખાસ વાત એ છે કે લોકસભા ચૂંટણીમાં 71 સીટો પર જીત મેળવનાર બીજેપીએ આ 40માંથી 37 સીટો પર જીત મેળવી હતી. જ્યારે 2017ની વિધાનસભામાં બીજેપીની ભવ્ય જીત પાછળ સવર્ણ મતદાતાનો ઘણો ફાળો હતો. 2017ની વિધાનસભા ચૂંટણીમાં 1980 પછી સૌથી વધારે બીજેપી એમએલએ સવર્ણ વર્ગથી જીત્યા છે. યૂપી વિધાનસભામાં તેની ટકાવારી 44.3 છે. જે 2012ની સરખામણીએ 12 ટકા વધારે છે.
સીટોની વાત કરવામાં આવે તો યૂપીની કુશીનગર, ગોરખપુર, સંતકબીર નગર, દેવરિયા, ભદોઈ, વારાણસી, આંબેડકર નગર, સુલ્તાનપુર, લખીમપુર ખીરી, પ્રતાપગઢ, બહરાઇચ, બારાબંકી, ગોંડા, રાયબરેલી, અમેઠીમાં સવર્ણ જાતિઓની સીધી અસર રાજનીતિ પર જોવા મળે છે.
કોંગ્રેસના ગઢ અમેઠીમાં સવર્ણ મતદાતાઓની સંખ્યા લગભગ 4 લાખ છે. જેમાં સૌથી વધારે 1.89 લાખ બ્રાહ્મણ, 1.37 લાખ ક્ષત્રિય અને લગભગ 60 હજાર કાયસ્થ, વૈશ્ય અને જૈનની વસ્તી છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર