Home /News /india /સંઘના કાર્યક્રમમાં પ્રણવ મુખરજીના સંબોધન બાદ RSSમાં સભ્ય બનવાની અરજીઓ વધી

સંઘના કાર્યક્રમમાં પ્રણવ મુખરજીના સંબોધન બાદ RSSમાં સભ્ય બનવાની અરજીઓ વધી

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી આરએસએસના કાર્યક્રમમાં સામેલ થયા પછી જાણે પશ્ચિમ બંગાળના લોકોમાં સંઘમાં જોડાવવામાં માટે રસ એકદમ વધી ગયો છે

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી આરએસએસના કાર્યક્રમમાં સામેલ થયા પછી જાણે પશ્ચિમ બંગાળના લોકોમાં સંઘમાં જોડાવવામાં માટે રસ એકદમ વધી ગયો છે. આરએસએસની સભ્યતા માટે સંઘને વધારે પ્રમાણમાં અરજીઓ મળી રહી છે.

RSSનાં પશ્ચિમ બંગાળ યુનિટના મીડિયા પ્રભારી બિપ્લવ રોયનું કહેવું છે કે, '7 જૂનના નાગપુરના સંઘ મુખ્યાલય પર પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના સંબોધન પછી સંઘમાં સામેલ થવામાં મોટા પ્રમાણમાં લોકો અરજીઓ ભરી રહ્યાં છે. એક જૂનથી 6 જૂનમાં અમને સભ્ય થવા માટે આશરે 378 અરજીઓ મળી પરંતુ મુખર્જીના સંબોધન બાદ અમને 1779 લોકોની અરજીઓ આવી છે. સાત જૂન પછી અમને 1200થી 1300 અરજીઓ પ્રતિદિવસ આવવા લાગી. જેમાં ચાલીસ ટકાથી વધારે અરજીઓ પશ્ચિમ બંગાળમાંથી આવી છે.'

જ્યારે એ પૂછ્યું કે શું પ્રણવ મુખર્જીના કાર્યક્રમમાં આવ્યાં પછી વધારે લોકો સંઘમાં જોડાવવા માંગે છે. ત્યારે સંઘના નેતાએ જવાબ આપીને કહ્યું કે, ' એ કહેવું ખોટું હશે કે પ્રણવ મુખર્જીના કાર્યક્રમમાં ભાગ લેવાના કારણે સંઘ પ્રસિદ્ધ થઇ રહ્યો છે. સંઘ પોતાના કામોને કારણે જ દેશમાં પ્રસિદ્ધ થઇ રહ્યું છે.


તેમણે એ પણ કહ્યું કે, તે પણ સાચું જ છે કે પ્રણવ મુખર્જીના કાર્યક્રમમાં આવવાને કારણે સંઘની લોકપ્રિયતા થોડી વધી છે.'

પ્રણવ મુખર્જીએ પોતાના સંબોધનમાં ચેતવણી પણ આપી હતી કે દેશની રાષ્ટ્રીયતાને ધર્મ, ક્ષેત્ર અને નફરતના નામ પર પરિભાષા કરવાના આપણાં પ્રયત્ન આપણને આપણી અસલ ઓળખથી દૂર કરી દેશે. તેમણે કહ્યું કે દેશના લોકોને દરેક પ્રકારના ભય અને હિંસાથી મુક્ત કરવાની જરૂર છે.


સંઘ નેતાએ કહ્યું કે કેટલાક વર્ષો પહેલા પશ્ચિમ બંગાળમાં સાતસો શાખાઓ હતી અને ત્રણસો શાખાઓ નોર્થ બંગાળમાં હતી. પરંતુ હવે 1200 અને 400 શાખાઓ દક્ષિણ અને ઉત્તર બંગાળમાં ચાલે છે.

સંઘના જ એક વરિષ્ઠ નેતા જીસાનુ બસુએ કહ્યું કે કર્ણાટક પછી બીજું રે ત્રીજું સ્થાન છે જ્યાં સૌથી વધારે સંઘમાં જોડાઇ રહ્યાં છે.
First published:

Tags: RSS

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन