Home /News /india /

રાહુલ ગાંધીનું ટ્વિટ : NoMo Jobs!; નીતિ આયોગની સફાઈ : સરકારે રિપોર્ટ જ નથી આપ્યો

રાહુલ ગાંધીનું ટ્વિટ : NoMo Jobs!; નીતિ આયોગની સફાઈ : સરકારે રિપોર્ટ જ નથી આપ્યો

પ્રતિકાત્મક તસવીર

45 વર્ષમાં બેરોજગારોનો દર સૌથી ઊંચો છે તે વાત પણ ખોટી છે - નીતિ આયોગ

    ન્યૂઝ18 ગુજરાતી : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારે કહ્યું કે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જવાનો સમય પાકી ગયો છે. તેમના દ્વારા 2 કરોડ નવી નોકરીઓ આપવાનું જે વચન આપવામાં આવ્યું હતું તે પૂર્ણ થઇ શક્યું નથી. રાહુલે એમ પણ જણાવ્યું હતું કે, જોબ ક્રિએશન રિપોર્ટ કાર્ડને પણ રાષ્ટ્રીય કટોકટી તરીકે વર્ણવી હતી

    રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને NoMo Jobs પોસ્ટ કરતા લખ્યું કે, "પ્રતિ વર્ષ 2 કરોડ નોકરીઓ આપવાનું વચન આપનારી સરકારને 5 વર્ષ પુરા થઇ રહ્યા છે પરંતુ હજુસુધી તેઓ બેરોજગારોને નોકરી આપી શક્ય નથી"

    કોંગ્રેસ અધ્યક્ષે લખ્યું કે, 'વડાપ્રધાનનું રિપોર્ટ કાર્ડ રાષ્ટ્રીય ત્રાસદીનાં સ્વરૂપે સામે આવ્યું છે. બેરોજગારીનો દર 45 વર્ષમાં સૌથી ઉપલા સ્તરે છે. 2017-18માં 6.5 કરોડ યુવાનો બેરોજગાર હતા. નરેન્દ્ર મોદીનો જવાનો સમય આવી ગયો છે'

    આ પણ વાંચો - રાજસ્થાનમાં માર્ચ મહિનાથી બેરોજગારને મળશે આટલા રુપિયાનું ભથ્થું

    દરમિયાન, બેરોજગારીના આંકડાઓના મામલે મોદી સરકાર વિપક્ષોના નિશાને આવતા નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ (એનએસએસઓ) ના ડેટા મામલે નીતિ આયોગે સ્પષ્ટતા કરવી પડી છે. નીતિ આયોગના વાઇસ ચેરમેન રાજીવ કુમારના જણાવ્યા અનુસાર, જોબ ડેટા ઉપર આ અહેવાલ સરકારે જારી કર્યો નથી. વળી, 45 વર્ષમાં બેરોજગારોનો દર સૌથી ઊંચો છે તે વાત પણ ખોટી છે'. તેમણે ઉમેર્યું હતું કે, રોજગારને લગતા આંકડાઓ હજુ તૈયાર થઇ રહ્યા છે અને તે ફાઇનલ થયા બાદ સંબંધિત અહેવાલ રજુ કરવામાં આવશે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Niti Aayog, Unemployment, ભારત, રાહુલ ગાંધી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन