જાણો કલમ 377 (સમલૈંગિકતા) પર ધર્મગુરુઓના કેવા-કેવા છે વિચાર

આ મામલો ઘણો ચર્ચિત અને વિવાદિત વિષય છે. તો આપણે જાણીએ કલમ 377 અંગે શું કહે છે ઘર્મગુરૂ અને તેની સાથે જોડાયેલ લોકો.

News18 Gujarati
Updated: September 6, 2018, 12:54 PM IST
જાણો કલમ 377 (સમલૈંગિકતા) પર ધર્મગુરુઓના કેવા-કેવા છે વિચાર
આ મામલો ઘણો ચર્ચિત અને વિવાદિત વિષય છે. તો આપણે જાણીએ કલમ 377 અંગે શું કહે છે ઘર્મગુરૂ અને તેની સાથે જોડાયેલ લોકો.
News18 Gujarati
Updated: September 6, 2018, 12:54 PM IST
સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બંધારણીય ખંડપીઠે આજે સમલૈંગિકતા (હોમો સેક્સુઆલિટી)ને ગુનો માનતી ઇન્ડિયન પીનલ કોડ (આઈપીસી)ની સેક્શન 377 પર સુનાવણી કરી. ચુકાદો આપતા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, LGBT કોમ્યુનિટિને પણ અન્યોની જેમ સમાન અધિકારો મળેલા છે. આ અંગે જૂનો ચુકાદો યોગ્ય ન હતો. સજાતિયતા એ ગુનો નથી. કોઈ પોતાની ઓળખથી અલગ નથી. કલમ 377નો બચાવ ન કરી શકાય. સજાતિય સંબંધ ધરાવનારને પણ સમાન અધિકાર મળે છે. સમયની સાથે કાયદો પણ બદલાવો જોઈએ.

આ મામલો ઘણો ચર્ચિત અને વિવાદિત વિષય છે. તો આપણે જાણીએ કલમ 377 અંગે શું કહે છે વિવિધ ઘર્મગુરૂ અને તેની સાથે જોડાયેલ લોકો.

શું છે કલમ 377

ભારતીય દંડ સંહિતાની કલમ 377 અંતર્ગત 2 લોકો અરસપરસ સહમતિથી કે અસહમતિથી અપ્રાકૃતિક સંબંધ બનાવે છે તેમને દોષિત ગણવામાં આવતો હતો. તેમને 10 વર્ષની સજાથી લઇને ઉંમર કેદની સજા થવાની જોગવાઇ હતી. આ અપરાધ સંજ્ઞેય અપરાધની શ્રેણીમાં આવે છે અને ગેરજમાનતી માનવામાં આવતો હતો.

આ પણ વાંચો: "12-13ની ઉંમરે હું સજાતીય માણસથી આકર્ષાયો હતો"

 
આ લોકોએ પડકારી હતી કલમ 377

સેક્સ વર્કરો માટે કામ કરતી સંસ્થા નાઝ ફાઉન્ડેશને દિલ્હી હાઇકોર્ટમાં તે કહેતા કલમ 377ની સંવૈધાનિક કાયદેસરકા પર સવાલ ઉઠાવવામાં આવ્યાં હતાં. જો બે વયસ્ક આપસી સહેમતિથી એકાંતમાં યૌન સંબંધ બનાવે છે તો તેને કલમ 377ના પ્રાવધાનમાંથી બહાર રાખવામાં આવવા જોઇએ.

'અમે કોને પ્રેમ કરીશું તે અમે નક્કી કરીશું'

કોલકત્તાના ડો. સંતોષ ગિરી, ટ્રાન્સજેન્ડરે આ અંગે પોતાનો વ્યૂ જણાવતા કહ્યું છે હતું કે, "અમે કોને પ્રેમ કરીશું, કોની સાથે રહીશું, અમારા જીવનસાથી કોણ હશે તે અમે નક્કી કરીશું. કલમ લાગુ થવાથી અમે અધૂરી જિંદગીને પુરી કરવાનો પ્રયત્ન કરીશું. છુપાઇને પ્રેમ કરવાથી એવું લાગે છે કે અમે દેશના સ્વાભિમાનને ઠેસ લગાડીએ છીએ."

આ પણ વાંચો: બે વયસ્ક વ્યક્તિ વચ્ચે સહમતિથી બાંધેલા સમલૈંગિક સંબંધ ગુનો નહીંઃ સુપ્રીમ કોર્ટ

'બધાને સમાન હક મળવો જોઇએ'

ધર્મ પ્રાંત મહાસભાના મીડિયા પ્રભારી, ફાધર મૂન લોજરસે આ અંગે પોતાનું નિવેદન આપતાં કહ્યું કે, "સૌથી મોટી વાત એ છે કે કોઇપણ કાનૂન કોઇની ઉપર થોપવો ન જોઇએ. દરેકની ભાવનાઓનો ખ્યાલ રાખવામાં આવે. વિરોધ અને પક્ષવાળાને તેમની અચ્છાઇ અને બુરાઇ બંન્ને સમજવી જોઇએ. સંવિધાને સૌને બરાબરાનો હક આપવો જોઇએ.'

'આવુ થશે તો દુનિયા કઇ રીતે ચાલશે? '

દિલ્હી શિખ ગુરૂદ્વારા મેનેજમેન્ટ કમિટિના ચમન સિંહે કહ્યું કે, " બધાએ દેશની અદાલતોનું સન્માન કરવું જોઇએ. જો આની અનુમતી આપવામાં આવે છે તો તે પ્રકૃત્તિની વુરુદ્ધ છે. જો છોકરો-છોકરો કે છોકરી-છોકરી પ્રેમ કરશે તો આ દુનિયા કઇ રીતે ચાલશે. આપણે કુદરતની વિરુદ્ધમાં ન જવું જોઇએ."

'આ સંસ્કૃતિ પર કલંક સમાન'

અખિલ ભારત હિંદુ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ, સ્વામી ચક્રપાણી મહારાજે આ અંગે જણાવતા કહ્યું કે, " કલમ 377 સમાજ, ધર્મ અને સંસ્કૃતિ પર કલંક સમાન છે. આને સમાજમાં માન્યતા ન મળવી જોઇએ. સમાજ અને ધર્મ પ્રકૃત્તિ પ્રમાણે ચાલવું જોઇએ. કલમ 377 સમાજમાં એક ઝેર જેવું છે અને અમે તેને ક્યારેય સ્વિકાર નહીં કરીએ. "

'હું આવા મુદ્દાઓ પર વાત નથી કરતો'

જામા મસ્ઝિદ દિલ્હીના ઇમામ અહેમદ બુખારીએ આ અંગે કોઇ વાત ન કરવા જણાવ્યું. તેમણે કહ્યું કે હું આવા મુદ્દા પર વાત નથી કરતો.
First published: September 6, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...