અમૃતસર ટ્રેન દુર્ઘટના: સિદ્ધુની પત્ની અને આયોજકો સામે બિહારની કોર્ટમાં નોંધાયો કેસ

News18 Gujarati
Updated: October 23, 2018, 8:12 AM IST
અમૃતસર ટ્રેન દુર્ઘટના: સિદ્ધુની પત્ની અને આયોજકો સામે બિહારની કોર્ટમાં નોંધાયો કેસ
મૃતકોમાં બિહારના પ્રવાસી પણ સામેલ હતાં.

મૃતકોમાં બિહારના પ્રવાસી પણ સામેલ હતાં.

  • Share this:
અમૃતસર દુર્ઘટના અંગે આરોપ-પ્રત્યારોપ વચ્ચે દશેરા કાર્યક્રમના આયોજકો અને મુખ્ય અતિથિ નવજોત કૌર સિદ્ધુ સામે બિહારની એક કોર્ટમાં સોમવારે એક મામલો નોંધાયો છે. જ્યારે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે (એનએચઆરસી) રેલવે અને પંજાબ સરકારને નોટિસ આપી છે.

અમૃતસરમાં દશેરાના દિવસે રાવણ દહન દરમિયાન આશરે 60 લોકોની મોત ટ્રેનની ચપેટમાં આવવાથી થઇ ગઇ છે. મૃતકોમાં બિહારના પ્રવાસી પણ સામેલ હતાં.

સિદ્ધુના બચાવમાં કોંગ્રેસ સાંસદ સુનીલ જાખડ અને પંજાબનાં મંત્રી તૃપ્ત રાજિંદર સિંહ બાજવા આગળ આવ્યાં અને તેમણે ઘટના માટે રેલ અધિકારીઓને દોષી ગણાવવાનો પ્રયાસ કર્યો છે.

પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહ ઇઝરાયલ ગયા હતાં. તેમણે રાજ્ય સરકારના અધિકારીઓની સાથે વીડિયો કોન્ફરન્સની સ્થિતિની સમીક્ષા કરી અને તેમને પ્રભાવિત પરિવારોને રાહત અને વળતર આપવાની પ્રક્રિયાઓની ગતિ વધારવાનું કહ્યું છે.

આ પણ વાંચો: અમૃતસર ટ્રેન દુર્ઘટનાઃ મીનાએ પતિ અને બાળકોની ગુમાવ્યા પરંતુ 10 માસના વિશાલને બચાવ્યો

આ દુર્ઘટનાથી ગુસ્સા ઙરાયેલા લોકોએ રવિવારને પથ્થરમારો પણ કર્યો હતો અને સુરક્ષાકર્મીઓ સાથે તેમની હાથાપાઇ પમ કરી હતી.રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે અમૃતસર દુર્ઘટના અંગે સોમવારે રેલવે અને પંજાબ સરકારને નોટિસ જારી કરી છે. નોટિસ જારી કરતા આયોગે કહ્યું કે રેલ પાટા પર બેઠેલે લોકોને સમજદાર ન કહી શકાય પરંતુ સાથે જિલ્લાના અધિકારીઓની લાપરવાહી પણ સામે દેખાય છે.

આ પણ વાંચો: અમૃતસર ટ્રેન દુર્ઘટનાઃ ડ્રાઇવરે કહ્યુ- 'મેં બ્રેક મારી હતી પરંતુ ટ્રેન રોકાઇ નહીં'

એનએચઆરસી પ્રવક્તાએ કહ્યું કે આયોગે રાજ્યના મુખ્ય સચિવ અને રેલવે બોર્ડના અધ્યક્ષ પાસે ચાર સપ્તાહમાં મામલાની વિસ્તૃત રિપોર્ટ માંગી છે. જ્યારે બીજી બાજુ બિહારની એક કોર્ટે સામાજિક કાર્યકર્તા તમન્ના હાશમી દ્વારા પરિવાદ પત્ર નોંધ્યો છે.
First published: October 23, 2018, 8:07 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading