દિલ્હી સચિવાલયમાં સીએમ કેજરીવાલ પર હુમલો, વીડિયો આવ્યો સામે

News18 Gujarati
Updated: November 20, 2018, 6:35 PM IST
દિલ્હી સચિવાલયમાં સીએમ કેજરીવાલ પર હુમલો, વીડિયો આવ્યો સામે
સચિલાલયમાં કેજરીવાલની આંખમાં કોઇ અજાણ્યા માણસે મરચાનો પાવડર ફેંક્યો છે.

  • Share this:
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને એકવાર ફરી વિરોધનો સામનો કરવો પડ્યો છે. રાજધાની દિલ્હીમાં સચિલાલયમાં કેજરીવાલની આંખમાં કોઇ અજાણ્યા માણસે મરચાનો પાવડર ફેંક્યો છે. જોકે સુરક્ષાકર્મીઓએ તે વ્યક્તિને ઝડપી પાડ્યો હતો.

સચિવાલયમાં મુખ્યમંત્રી ચેમ્બરની થોડી જ બહાર કોઇ અજાણ્યા માણસે આવીને મરચાંનો પાવડર નાંખી દીધો હતો. કેજરીવાલ તે વખતે લંચ લેવા જઇ રહ્યા હતાં. જણાવવામાં આવી રહ્યું છે કે અરવિંદ કેજરીવાલની આંખોમાં મરચાનો પાવડર ગયો છે જેના કારણે ઘણી બળતરા થઇ રહી છે.  થોડી જ વારમાં આ અંગે કેજરીવાલ પ્રેસ કોન્ફરન્સ પણ સંબોધિત કરશે.

દિલ્હી સીએમ પર જે વ્યક્તિએ મરચા પાવડર નાંખ્યો તેનું નામ અનિલ શર્મા છે. અનિલ નારાયણા દિલ્હીનો જ રહેવાસી છે. હાલ તેમને આઈપી સ્ટેટ પોલીસ સ્ટેશનમાં લઇ જવામાં આવ્યો છે.

મુખ્યમંત્રી પર હુમલો થવાની ભારતીય જનતા પાર્ટીએ નિંદા કરી છે. બીજેપી નેતા વિજેન્દ્ર ગુપ્તાએ કહ્યું કે લોકતંત્રમાં હિંસાની કોઇ જ જગ્યા નથી. જેને પણ આવુ કર્યું છે તેની સામે સખત કાર્યવાહી કરવામાં આવશે.

પહેલા પણ કરવો પડ્યો હતો વિરોધનો સામનો

આ પહેલા અરવિંદ કેજરીવાલે વિરોધનો સામનો કરવો પડ્યો છે. ગયા વર્ષે કેજરીવાલ પર રોહતક પાસે ચંપલ ફેંકવામાં આવ્યું હતું. કેજરીવાલ પર હરિયાણાના રોહતકમાં ચંપલ ફેંકવામાં આવ્યું હતું. ચંપલ એક યુવકે ફેંક્યું હતું. જોકે આમાં કેજરીવાલને કોઈ ઈજા પહોંચી નોહતીને તેમનો આબાદ બચાવ થયો હતો. તેઓ ત્યાં એક રેલી માટે ગયા હતા.
First published: November 20, 2018, 3:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading