Home /News /india /છત્તીસગઢ ચૂંટણી: પ્રથમ તબક્કામાં 70 ટકા મતદાન, 7 નક્સલીઓને ઠાર કર્યા

છત્તીસગઢ ચૂંટણી: પ્રથમ તબક્કામાં 70 ટકા મતદાન, 7 નક્સલીઓને ઠાર કર્યા

છત્તીસગઢ ચૂંટણી: પ્રથમ તબક્કામાં 70 ટકા મતદાન

છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી માટે સોમવારે પ્રથમ તબક્કાની 18 બેઠકો પર મતદાન ખતમ થયું

છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી માટે સોમવારે પ્રથમ તબક્કાની 18 બેઠકો પર મતદાન ખતમ થયું છે. ચૂંટણી પંચના મતે પ્રથમ તબક્કામાં કુલ 70 ટકા મતદાન થયું છે. વરિષ્ઠ ઉપચુનાવ આયુક્ત ઉમેશ સિન્હાએ કહ્યું હતું કે મતદાનમાં વધારો થઈ શકે છે કારણ કે ઘણા વિસ્તારમાંથી આંકડા આવવાના બાકી હતા. પ્રથમ તબક્કામાં 12 સીટો નક્સલ પ્રભાવિત બસ્તર સંભાગની છે જ્યારે છ સીટો બસ્તરની છે.

ચૂંટણીમાં નક્સલીઓની ધમકી બેઅસર જોવા મળી. રાજનાંદગાંવના પરડૌની ગામ અને બસ્તરના કિલેપાલ સહિત ઘણાં નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં બૂથ પર મતદારોની લાંબી લાઈન જોવા મળી હતી.

ચૂંટણી દરમિયાન નાની-મોટી નક્સલી ઘટનાઓ પણ બની હતી. બીજાપુરમાં સુરક્ષાદળ અને નક્સલીઓ વચ્ચે અથડામણમાં 5 નક્સલીઓ ઠાર થયા હોવાની સુચના છે. જ્યારે સુકમામાં પોલિંગ બુથ પર કામ કરીને પરત ફરી રહેલી ટીમને નક્સલીઓએ નિશાન બનાવવાનો પ્રયત્ન કર્યો હતો. અહીં પણ સુરક્ષાદળો 2 નક્સલીઓને ઠાર કરવામાં સફળ રહ્યા હતા.

આ પણ વાંચો - મધ્યપ્રદેશ ચૂંટણી: આ નેતાઓની પત્નીઓ તેમના પતિ કરતા કરે છે વધારે કમાણી

હવે રાજ્યમાં 73 વિધાનસભા સીટો માટે 20 નવેમ્બરે મતદાન થશે. પરિણામની જાહેરાત 11 ડિસેમ્બરે કરાશે.
First published:

Tags: 2018 assembly election, Assembly Election, Chhattisgarh