સોશિયલ મીડિયામાં કેમ ટ્રેન્ડ કરી રહ્યું છે #SareeTwitter, જાણો કારણ

News18 Gujarati
Updated: July 17, 2019, 3:35 PM IST
સોશિયલ મીડિયામાં કેમ ટ્રેન્ડ કરી રહ્યું છે #SareeTwitter, જાણો કારણ
સોશિયલ મીડિયા પર છેલ્લા બે દિવસથી #sareetwitter નામનું હેશટેગ ટ્રેન્ડ કરી રહ્યું છે.

સોશિયલ મીડિયા પર છેલ્લા બે દિવસથી #sareetwitter નામનું હેશટેગ ટ્રેન્ડ કરી રહ્યું છે.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : સોશિયલ મીડિયા પર છેલ્લા બે દિવસથી #sareetwitter નામનું હેશટેગ ટ્રેન્ડ કરી રહ્યું છે. આ ટ્રેન્ડમાં મહિલાઓ પોતાની પસંદની સાડી પહેરીને સોશિયલ મીડિયા પર શેર કરી રહી છે. આ ટ્રેન્ડની શરૂવાત સોમવારે સવારે થઇ હતી. જે પછી મંગળવારે તો આ હેશટેગને કેટલાય લોકો ફોલો કરવા લાગ્યા.

રાજનીતી જ નહીં પરંતુ ફિલ્મી દુનિયામાંથી પણ ઘણાં લોકો આમાં ભાગ લઇ રહ્યાં છે. આ ટ્રેંડની શરૂવાત ન્યૂયોર્ક ટાઇમ્સમાં છપાયેલ એક આર્ટિકલ પછી થઇ હતી. આ આર્ટિકલમાં સાડીની ગરીમા અને તેના ઇતિહાસ અંગે ઘણી વાતો કહેવામાં આવી હતી.

આર્ટિકમાં એવું પણ કહેવામાં આવ્યું કે વર્ષ 2014 પછી ભાજપને મળેલી જીત પછી ભારતીય પરિધાન સાડીને ઘણી જ પ્રમોટ કરવામાં આવી. જોકે તે વાત અલગ છે કે ચૂંટણી જીત્યા પછી બનારસી સાડીનાં વણકરોની સમસ્યાઓ પર ધ્યાન આપવામાં આવ્યું નથી.
Loading...
આ આર્ટિકલ લોકોનાં ધ્યાનમાં આવતા પોતાનો ગુસ્સો જાહેર કરતા આ આર્ટિકલ ખોટી રીતે લખવામાં આવ્યો છે તેવો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. આ રીતે પોતાનો ગુસ્સો દર્શાવવા માટે #sareetwitterનો ટ્રેન્ડ શરૂ થઇ ગયો છે.આ ટ્રેન્ડમાં હિસ્સા લેનારી ઘણી નામી મહિલાઓએ પણ પોતાની તસવીર શેર કરી છે.
આ લિસ્ટમાં પ્રિયંકા ગાંધી, પ્રિયંકા ચતુર્વેદી, નુપુર શર્મા, નગમા જેવી ઘણી હસ્તીઓ સામેલ છે.
First published: July 17, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com