બાઇકના EMI ન ચુકવવા પડે તેથી કરી HDFCના વાઇસ પ્રેસિડન્ટની હત્યા

મુંબઇ પોલીસે એચડીએફસી બેંકના વાઇસ પ્રેસિડન્ટ સિદ્ધાર્થ સંઘવીની હત્યા મામલામાં નવો ખુલાસો થયો છે

News18 Gujarati
Updated: September 11, 2018, 11:53 AM IST
બાઇકના EMI ન ચુકવવા પડે તેથી કરી HDFCના વાઇસ પ્રેસિડન્ટની હત્યા
સંઘવીની માત્ર 35 હજાર રૂપિયાના કારણે હત્યા કરવામાં આવી હતી.
News18 Gujarati
Updated: September 11, 2018, 11:53 AM IST
મુંબઇ પોલીસે એચડીએફસી બેંકના વાઇસ પ્રેસિડન્ટ સિદ્ધાર્થ સંઘવીની હત્યા મામલામાં નવો ખુલાસો કર્યો છે. અત્યાર સુધી ખબરો આવી રહી હતી કે સંઘવીની હત્યા ઓફિસના જ સાથીએ સોપારી આપીને કરાવી હતી. પરંતુ સાચુ એ છે કે સંઘવીની માત્ર 35 હજાર રૂપિયાના કારણે હત્યા કરવામાં આવી હતી.

પોલીસે સરફરાઝ શેખ નામના એક યુવાનની હત્યાના આરોપમાં ધરપકડ કરી છે. આરોપી યુવક સરફરાઝે પોલીસને પૂછપરછમાં જણાવયું કે તેના માથે બાઇકનું 35 હજાર રૂપિયાનું દેવુ હતું. જેના કારણે તેણે આ હત્યા કરી છે. આરોપીએ પોતા પર લાગેલો દોષ કબૂલ કરી લીધો છે. તેણે પોલીસને જણાવ્યું છે કે તે માત્ર લૂટની વારદાતને અંજામ આપવા માંગતો હતો. પરંતુ તેનાથી ભૂલ થઇ ગઇ. જેના કારણે સંઘવીની હત્યા કરવા સિવાય કોઇ બીજો રસ્તો ન હતો.

પોલીસ પ્રમાણે ઈએમઆઈના પૈસા ચુકવવા માટે આરોપી સરફરાઝે સંઘવીની ચપ્પાથી હત્યા કરી દીધી. મુંબઇ પોલીસે પ્રેસ કોન્ફરન્સ કરીને આ હત્યાની હકિકત કહી તો બધાના હોશ ઉડી ગયા. મુંબઇ પોલીસના અધિકારીએ કહ્યું કે સિદ્ધાર્થ સંઘવીની હત્યા લૂંટના કારણે થઇ છે. પોલીસે કહ્યું કે જ્યારે સંઘવીએ પૈસા આપવાની ના પાડી ત્યારે આરોપીએ હુમલો કરીને લોહીલુહાણ કરી દીધો.

જે પછી આરોપીએ સિદ્ધાર્થના પરિવારને પૈસા માટે સિદ્ધાર્થના જ ફોન પરથી કોલ કર્યો. આરોપીએ સિદ્ધાર્થના ફોનમાં તેનું સિમ કાર્ડ કાઢીને પોતાનું સિમ કાર્ડ નાંખ્યું. જે પછી પોલીસ માટે આરોપીને પકડવું સરળ થઇ ગયું. આરોપી સરફરાઝને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. જ્યાં તેણે પોતાનો ગુનો કબૂલ કરી લીધો. આરોપીએ કહ્યું કે સિદ્યાર્થની હત્યા તેણે કમલા મિલ્સમાં કરી હતી. જે પછી મૃતદેહને કલ્યાણ હાઝી મલંગ રોડ પર ફેંકી દીધો હતો અને કારને નવી મુંબઇ છોડીને ભાગી ગયો. પોલીસે હત્યાના બીજા એંગલને પણ તપાસી રહી છે. પોલીસે કહ્યું કે તેની ઓફિસમાં પણ તેને જલ્દી મળેલી સફળતાથી બધા બળતા હતાં.

નોંધનીય છે કે ગત 5 સપ્ટેમ્બપે સિદ્ધાર્થ સંઘવી કમલા મિલ્સમાં પોતાની એચડીએફસી બેંક ઓફિસમાંથી ગાયબ થઇ ગયા હતાં. જે પછી તેમનો ફોન પણ બંધ આવી રહ્યો હતો.
First published: September 11, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...