RBIએ સસ્તાં ઘરોના હોમ લોનની મર્યાદા આટલો વધારો કર્યો

News18 Gujarati
Updated: June 6, 2018, 7:52 PM IST
RBIએ સસ્તાં ઘરોના હોમ લોનની મર્યાદા આટલો વધારો કર્યો
પ્રતિકાત્મક તસવીર

  • Share this:
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા રેપો રેટ 0.25 ટકાથી વધારીને 6.25 ટકા કરાયો છે. ગવર્નર ઉર્જિત પટેલે મોનેટરી પૉલિસી જાહેર કર્યા કહ્યું હતું કે દેશના અર્થતંત્રમાં સુધારો થઈ રહ્યો છે, એથી દરમાં વધારો કરવામાં આવ્યો છે. મેટ્રો શહેરોમાં હોમ લોનની મર્યાદા રૂ.28 લાખથી વધારીને રૂ. 35 લાખ કરવામાં આવી છે તેમ જ નાનાં શહેરોમાં  હોમ લોનની મર્યાદા રૂ.20 લાખથી વધારીને રૂ. 55 લાખ કરવામાં આવી છે.

પૉલિસીની 7 જાણવા જેવી બાબતો

>> એફોર્ડેબલ હાઉસિંગ હોમ લોનની મર્યાદામાં વધારો.

>> મેટ્રો શહેરો માટે એફોર્ડેબલ હોમ લોનની મર્યાદા રૂ.28 લાખથી વધીને રૂ.35 લાખ કરવામાં આવી છે.
>> નાનાં શહેરોમાં એફોર્ડેબલ હોમ લોનની મર્યાદા રૂ.20 લાખથી વધીને રૂ.25 લાખ કરવામાં આવી છે.
>> ચોમાસું સારું રહેવાની સંભાવના છે, તેથી ઉપજ સારી રહેવાની ધારણા છે.>> જીડીપી વૃદ્ધિનો અંદાજ વર્ષ 2018-19માં આશરે 7.4 ટકા રહેવાની અપેક્ષા છે.
>> ક્રૂડ તેલ અને કોમોડિટીમાં વધારો થવાથી રિટેલ ફુગાવો વધવાની ધારણા છે.
>> ક્રૂડ તેલના ભાવમાં સતત વધારો થવાથી 2018-19માં ફુગાવાનો દર 4.7 ટકાની આસપાસ રહેવાનો અંદાજ છે

હાઉસિંગ લોનની મર્યાદા વધવાથી રિયલ એસ્ટેટ સેક્ટર તેમ જ ઇન્ફ્રાસ્ટ્રક્ચરક્ષેત્રમાં તેજીની શરૂઆત  થશે.
First published: June 6, 2018, 7:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading