RBI હવે બંધ કરશે 2000 રૂપિયાની નોટ!

RBI 2000 રૂપિયાની નોટ બંધ કરી શકે છે અથવા તો મોટી રકમવાળી મુદ્રાઓનું છાપકામ બંધ કરી શકે છે.

sanjay kachot | News18 Gujarati
Updated: December 21, 2017, 9:31 AM IST
RBI હવે બંધ કરશે 2000 રૂપિયાની નોટ!
RBI 2000 રૂપિયાની નોટ બંધ કરી શકે છે અથવા તો મોટી રકમવાળી મુદ્રાઓનું છાપકામ બંધ કરી શકે છે.
sanjay kachot | News18 Gujarati
Updated: December 21, 2017, 9:31 AM IST
RBI 2000 રૂપિયાની નોટ બંધ કરી શકે છે અથવા તો મોટી રકમવાળી મુદ્રાઓનું છાપકામ બંધ કરી શકે છે. SBI દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં આ ખુલાસો થયો છે. તમને જણાવી દયે કે સરકારે 8 નવેમ્બર 2016માં 500 અને 1000 રૂપિયાની નોટ બંધ કરી હતી અને 2000 રૂપિયાની નોટ શરૂ કરી હતી.

SBIના મુખ્ય આર્થિક સલાહકાર સૌમ્યા કાંતી ઘોષે કહ્યું કે " જે પણ વધારે નોટ RBI દ્વારા છાપવામાં આવી છે તેને માર્કેટમાં ઉતારવામાં નથી આવી"

2000 રૂપિયાની નોટ ટુંક સમયમાં ચલનથી બહાર થશે!

રિપોર્ટ અનુસાર કહેવામા આવ્યું છે કે સામાન્ય રીતે 2000ની નોટથી લેણ-દેણ કરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જેથી એવું લાગે છે કે RBIએ 2000 રૂપિયાની નોટ છાપવાનું બંધ કરી દીધું છે. અથવા તો 2000ની નોટ છાપવાની ઓછી કરી દીધી છે.

હાલ ચલનમાં છે 2,46,300 કરોડ રૂપિયાની નોટો
RBIએ 8 ડિસેમ્બર 2017 સુધીમાં 15,78,700 કરોડ રૂપિયાની મોટી કિંમતવાળી નોટ છાપી હતી. જેમાંથી 2,46,300 કરોડ રૂપિયાના મુલ્યની નોટોનો પુરવઠો બજાર નથી. આ વાત SBIએ બુધવારે જાહેર કરેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે.
Loading...

આંકડા પર કરીએ એક નજર

  • SBIએ તેના રિપોર્ટમાં કહ્યું કે માર્ચ 2017 સુધી 3,501 અરબ રૂપિયાની નાની રકમને નોટ ચલનમાં હતી.

  • 8 ડિસેમ્બર સુધી 13,324 અરબ રૂપિયા સુધીની મોટી રકમની નોટ ચલનમાં હતી.

  • લોકસભામાં નાણાંમંત્રીએ કહ્યું કે RBIએ હજુ સુધી 500 રૂપિયાની 16957 કરોડ નોટ અને 2000ની 3654 કરોડની નવી નોટો છાપી છે.

  • આ તમામ નોટોની કુલ રકમ 15787 અરબ રૂપિયા છે.

  • આ RBIએ 2463 અરબ રૂપિયાની વધારે નોટોનું છાપકામ કરી દીધું છે.


ગયા વર્ષે શરૂ થઈ હતી નોટ
સરકારના આ પગલાથી રોકડનું સંકટ ઉભું થયું હતું અને બંધ થયેલી નોટોને બદલવા માટે અને જમા કરવવા માટે લાંબી લાઈનો લાગી હતી. RBIએ 2000ની નવી નોટ રજૂ કરી હતી. આ સાથે જ રૂપિયા 500ની નવી નોટ રજૂ કરી હતી. RBIએ નોટબંધી બાદ પહેલી વખત રૂપિયા 2000ની નોટ જાહેર કરી હતી.

 

 
First published: December 21, 2017
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...