Home /News /india /

નોટબંધીથી કાળા નાણાનો થશે 'ધ એન્‍ડ' સરકારના આ તર્કને RBIએ પહેલા જ નકાર્યો હતો: રિપોર્ટ

નોટબંધીથી કાળા નાણાનો થશે 'ધ એન્‍ડ' સરકારના આ તર્કને RBIએ પહેલા જ નકાર્યો હતો: રિપોર્ટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી

નોટબંધની જાહેરાત વડાપ્રધાન મોદીએ ટીવી પર કરી હતી.

    નોટબંધીને બે વર્ષ થયા પછી નવા ખુલાસાઓ સામે આવી રહ્યાં છે. અંગ્રેજી સમાચાર પત્ર ધ ઇન્ડિયન એક્સપ્રેસ પ્રમાણે સરકારે નોટબંધી લાગુ કરવા માટે કાળુ ધન અને નકલી નોટ બંધ થશે તેવું કહ્યું હતુ જેમાં આરબીઆઈએ નકારી દીધુ હતું.

    નોટબંધની જાહેરાત વડાપ્રધાન મોદીએ ટીવી પર કરી હતી. સમાચાર પ્રમાણે આ જાહેરાતના ચાર કલાક પહેલા નોટબંધીને લીલીઝંડી આપી હતી. પરંતુ આ દરમિયાન નોટબંધી અંગે આરબીઆઈએ સરકારને બે તર્કને ખારીજ કરી દીધા હતા. સરકારે દલીલ કરી હતી કે નોટબંધીથી કાળુ ધન અને નકલી નોટના પ્રશ્નને સુલજાવી શકાશે.

    આ પણ વાંચો : બાર વર્ષે બાવો બોલ્યો: RBIએ 21 મહિને કહ્યું, નોટબંધી પછી 99.3% જૂની નોટો થઇ જમા!

    આરબીઆઈની 561મી બેઠકમાં નોટબંધી પર મોહર લગાવવામાં આવી હતી. અચાનક 8 નવેમ્બર 2016ની સાંજે સેન્ટ્રલ બોર્ડની બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં નોટબંધી અંગે સરકારના આ પગલાની પ્રસંશા કરવામાં આવી હતી. પરંતુ આરબીઆઈએ સરકારને ચેતવણી પણ આપી હતી કે નોટબંધીથઈ જીડીપી પર નકારાત્મક પ્રભાવ પડી શકે છે.

    આ પણ વાંચો : કોઈ રોકડામાં નથી રાખતું બ્લેક મની, નોટબંધી થઈ ફ્લોપ: NSC પૂર્વ અધ્યક્ષ

    નોટબંધીનો પ્રસ્તાવ 7 નવેમ્બર 2016ના રોજ આરબીઆઈના ડાયરેક્ટર્સને મોકલવામાં આવ્યો હતો. પ્રસ્તાવ મળ્યાં પછી ડાયરેક્ટર્સે સરકારના આ તર્કને માન્યું ન હતુ કે નોટબંધીથી કાળુ ધન અને નકલી નોટ પર લગામ લગાવવામાં આવી શકે છે. વિત્ત મંત્રાલયના પ્રસ્તાવ પર આરબીઆઈના ડાયરેક્ટર્સનું કહેવુ હતુ કે લોકોએ મહત્‌મ કાળાધનનો ઉપયોગ રીયલ સ્ટેટ અને સોનાની ખરીદીમાં કર્યો હોય છે. તેવી સ્થિતિમાં આ પગલાની વધારે અસર નહીં પડે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Demonetisation, આરબીઆઇ, કાળુ નાણું

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन